Tuesday, August 18, 2026
HomeGeneralઅમરેલી સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ આંખ રોશની ગઈ, સુપરિન્ટેન્ડન્ટે દોષનો ટોપલો...

અમરેલી સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ આંખ રોશની ગઈ, સુપરિન્ટેન્ડન્ટે દોષનો ટોપલો દર્દી પર ઢોળ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલીઃ અમરેલી સિવિલ હોસ્પિટલ (Amreli Civil Hospital)ની એક ગંભીર બેદકારી સામે આવી છે. જ્યાં મોતિયાના ઓપરેશન (Cataract Operation) કર્યા બાદ 25 જેટલા દર્દીઓને આંખમાં સોજા અને ઈન્ફેક્શન થયું હોવાની ફરિયાદ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું હતું. મોતિયાના ઓપરેશન બાદ આંખમાં તકલીફ થતાં કેટલાક દર્દીઓને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. મોતિયાના ઓપરેશન બાદ કેટલાક દર્દીઓને આંખની રોશની ગુમાવવી પડી હોવાની પણ વાત સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 100 જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. નવેમ્બર મહિનામાં કરવામાં આવેલા ઓપરેશનના દર્દીઓને આખમાં સોજાની ફરિયાદ લઈને હોસ્પિટલમાં આવ્યા હતા. એક બાદ એક આ પ્રકારની ફરિયાદો સામે આવતા હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં અનક્વોલિફાઈડ સ્ટાફની મદદ લેવામાં આવી રહી હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે.

- Advertisement -

મોતિયાના ઓપરેશન બાદ આંખમાં તકલીફ સાથે હોસ્પિટલ પહોંચેલા 25 જેટલા દર્દીઓને અમદાવાદ, રાજકોટ અને ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. તો કેટલાક અન્ય દર્દીઓ રાજ્યની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયા હતા. અમરેલીમાં જ સારવાર લઈ રહેલા લોકોને હાલ રજા આપી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 6 દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. તે પૈકીના 4 મહિલા દર્દીઓની આંખની રોશની ગુમાવી છે.

અમરેલી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આર. એમ. જીતિયાએ દોષનો ટોપલો દર્દીઓ પર ઢોળતા જણાવ્યું હતું કે, “ઓપરેશન બાદ કેટલાક દર્દી ટાઈમસર ફોલોઅપ ન લઈને આંખની કાળજી રાખી ન હતી એટલા માટે આ પ્રકારનો બનાવ બન્યો. અમારી પાસે હજી સુધી રોશની ગુમાવી હોય તેવા તેવી કોઈ ફરિયાદ નથી આવી. નવેમ્બર મહિનામાં કરેલા ઓપરેશમાં 15 દર્દિઓને આંખમાં સોજાની ફરિયાદ સાથે હોસ્પિટલ આવ્યા હતા. જે પૈકીના ત્રણ દર્દીને અહિંયા જ સારવાર આપવામાં આવી હતી અને 13ને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.”

સમગ્ર બનાવને લઈને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “અમરેલી સિવિલ હોસ્પિટલમાં 17 ઓપરેશન થયા હતા. જે પૈકી 12 દર્દીઓને બેક્ટેરિયાના કારણે આંખમાં અસર થઈ હતી. અસરગ્રસ્ત કેટલાક દર્દીઓને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અમુક દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.”

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular