નવજીવન ન્યૂઝ. ભોપાલ: મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયા (Raja Pateriya)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર કરેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે પૂર્વ મંત્રી રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ (Video Viral) થયો હતો. જેમાં તેઓ ચૂંટણી જીતવા અને વડાપ્રધાન મોદી વિશે વાત કરતા જોવા મળ્યા હતા. પટેરિયા કાર્યકરોને કહેતા જોવા મળ્યા કે “PM મોદી ચૂંટણી ખતમ કરશે, PM મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે. જો બંધારણને બચાવવું હોય તો પીએમ મોદીને મારવા તૈયાર રહો.” જોકે બાદમાં રાજા પટરિયાએ વીડિયોમાં હત્યા શબ્દની વ્યાખ્યા હાર તરીકે આપતા દેખાયા અને કહ્યું કે હત્યાનો અર્થ હાર થાય છે.
આ નિવેદન માટે રાજા પટેરિયાની ઘણી નિંદા કરવામાં આવી હતી અને તેમની ધરપકડની માંગ કરવામાં આવી હતી. તેમના નિવેદનની નિંદા કરતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, ‘ભારત જોડો યાત્રામાં સામેલ થવાનું નાટક કરનારાઓની વાસ્તવિકતા સામે આવી રહી છે. માનનીય મોદીજી લોકોના હૃદયમાં વસે છે. તે સમગ્ર દેશની આસ્થા અને આદરનું કેન્દ્ર છે. કોંગ્રેસના લોકો મેદાનમાં તેમનો મુકાબલો કરી શકતા નથી, એટલા માટે તેઓ કોંગ્રેસના નેતા મોદીજીને મારવાની વાત કરી રહ્યા છે. આ દ્વેષની ઊંચાઈ છે. આ નફરતની ચરમસીમા છે. કોંગ્રેસની અસલી લાગણી હવે બહાર આવી રહી છે. આવી બાબતો સહન કરવામાં આવશે નહીં. એફઆઈઆર કરવામાં આવી રહી છે અને કાયદો તેનો માર્ગ અપનાવશે.
આ મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું નિવેદન પણ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદન બદલ રાજા પટેરિયા સામે એફઆઈઆર નોંધવાની સૂચના આપવામાં આવી છે. હાલની કોંગ્રેસ ઈટાલિયન કોંગ્રેસ છે.” પન્નાના પવઈ પોલીસ સ્ટેશનમાં પટેરિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ પટેરિયાની આજે સવારે 5:30 વાગ્યે તેમના વતન દમોહના હટામાં હતા તે દરમિયાન ધરેથી ધરપકડ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








