Saturday, May 23, 2026
HomeGeneralગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે કરી મંત્રીઓના ખાતાની ફાળવણી, જાણો કોને કયું ખાતું...

ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે કરી મંત્રીઓના ખાતાની ફાળવણી, જાણો કોને કયું ખાતું અપાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. અને તે જ સમયે 16 મંત્રીઓને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં 8 કેબિનેટ કક્ષાના મંત્રીઓ હતા, 2 નેતાઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો જ્યારે 6 રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા. આ શપથવિધિ બાદ કયા નેતાને કયું ખાતું ફાળવવામાં આવશે તે અંગે અટકળો ચાલી રહી હતી.

મંત્રીઓના ખાતા અંગેની અટકળોનો હવે અંત આવી ગયો છે. ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના મંત્રી મંડળના ખાતાઓની ફાળવણી કરી દીધી છે. ગુજરાતનાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ સરકારમાં ફરીથી રાજ્ય કક્ષાનું ગૃહ ખાતું સોંપવામાં આવ્યું છે, તદ્ઉપરાંતના ખાતા સ્વતંત્ર હવાલા તરીકે ફાળવવામાં આવ્યા છે. જ્યારે ઋષિકેશ પટેલને તબીબી અને ઉચ્ચ શિક્ષણ તેમજ આરોગ્ય ખાતું ફાળવવામાં આવ્યું છે. આ બે મંત્રીઓ સિવાયના 14 મંત્રીઓ ગત વિધાનસભામાં મંત્રી પદ પર રહ્યા નથી આમ તમામ 14 મંત્રીઓ નવા છે.

- Advertisement -

કોને કયો વિભાગ સોંપાયો ?

  1. ભૂપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી, સામાન્ય વહિવટ, વહિવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ મકાન અને પાટનગર યોજના, ખાણ-ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક, તમામ નિતી વિષયક બાબતો અને અન્ય મંત્રીઓેને નહીં ફળવાયેલા વિષયો – ઘાટલોડિયા (અમદાવાદ શહેર) વિધાનસભા બેઠક પરથી

કેબિનેટ મંત્રીઓ

  1. કનુ દેસાઈ – નાણાં, ઊર્જા અને પેટ્રો-કેમીકલ વિભાગ – પારડી (વલસાડ) વિધાનસભા બેઠક પરથી
  2. રૂષિકેશ પટેલ – આરોગ્ય, પરીવાર કલ્યાણ અને તબીબી શીક્ષણ, ઉચ્ચ અને તાંત્રીક શીક્ષણ, કાયદો, ન્યાય તંત્ર વૈધાનીક અને સંસદીય બાબતોનો વિભાગ – વિસનગર (મહેસાણા) વિધાનસભા બેઠક પરથી
  3. રાધવજી પટેલ – કૃષી પશુપાલન ગૌ સંવર્ધન, મત્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ – જામનગર ગ્રામ્ય (જામનગર) વિધાનસભા બેઠક પરથી
  4. બળવંતસિંહ રાજપૂત – ઉદ્યોગ, લધુ શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નગારિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગ – સિધ્ધપુર (પાટણ) વિધાનસભા બેઠક પરથી
  5. કુંવરજી બાવળીયા – જળ સંપતી અને પાણી પુરવઠા, અન્ન નાગિરક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ – જસદણ (રાજકોટ) વિધાનસભા બેઠક પરથી
  6. મૂળુ બેરા – પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) વિધાનસભા બેઠક પરથી
  7. ડો. કુબેર ડિંડોર – આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમીક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ – સંતરામપુર (પંચમહાલ) વિધાનસભા બેઠક પરથી
  8. ભાનુ બાબરિયા – સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા બાળ કલ્યાણ વિભાગ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

- Advertisement -
  1. હર્ષ સંઘવી – રમત-ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામનો સ્વંતત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (રાજ્યકક્ષાનો હવાલો)- મજૂરા (સુરત) વિધાનસભા બેઠક પરથી
  2. જગદીશ વિશ્વકર્મા – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામનો સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષાનો હવાલો) – નિકોલ (અમદાવાદ) વિધાનસભા બેઠક પરથી

રાજ્યકક્ષાના મંત્રીઓ

  1. પરષોત્તમ સોલંકી – મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને પશુ પાલન – ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી
  2. બચુ ખાબડ – પંચાયત, કૃષી વિભાગ – દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પરથી
  3. મુકેશ પટેલ – વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તી અને પાણી પુરવઠા વિભાગ – ઓલપાડ (સુરત) વિધાનસભા બેઠક પરથી
  4. પ્રફુલ પાનશેરિયા – સંસદીય બાબતો, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ – કામરેજ (સુરત) વિધાનસભા બેઠક પરથી
  5. ભીખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠા, સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ – મોડાસા (અરવલ્લી) વિધાનસભા બેઠક પરથી
  6. કુંવરજી હળપતિ – આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગ – માંડવી (સુરત) વિધાનસભા બેઠક પરથી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular