Sunday, April 26, 2026
HomeGujaratઅમદાવાદ: સરકારની ખાનગીકરણની નીતિ સામે બેંક કર્મચારીઓએ દેખાવ કર્યો, દેશના નવ લાખ...

અમદાવાદ: સરકારની ખાનગીકરણની નીતિ સામે બેંક કર્મચારીઓએ દેખાવ કર્યો, દેશના નવ લાખ કર્મચારી હડતાળમાં જોડાયા

- Advertisement -

નવજીવન અમદાવાદઃ કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિ સામે બેંક કર્મચારી અને યુનિયનએ મોર્ચો માંડ્યો છે. આજથી ભારતના અંદાજિત નવ લાખ સરકારી બેંકના કર્મચારી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. જો કે બે દિવસ બેંક બંધ રહેતા કરોડો રૂપિયાના ટ્રાજેક્શન ખોરવાઈ જશે. ત્યારે અમદાવાદમાં પણ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલી લાલ દરવાજાથી શરૂ થઈને આશ્રમ રોડ સુધી યોજાઈ હતી. આશ્રમ રોડ ખાતે બેંક યુનિયન કર્મચારીઓ સ્ટેજ પર રેલીને સંબોધન કર્યું હતું. મોટી સંખ્યામાં બેંક કર્મચારી આવી પહોંચતા રોડ પર ચક્કાજામના દ્રશ્ય સર્જાયા હતા.



૧૬ અને ૧૮ ડિસેમ્બરે ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જ કરવાનાં નિર્ણય સામે અને ભારત સરકારના બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢવામાં આવી હતી.અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગુજરાતના અંદાજિત ૨૫૦૦૦ કર્મચારી હડતાળમાં જોડાયા છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં સરકારની નીતિ સામે ધરણા યોજાયા હતા. કેન્દ્રની નીતિ સામે યુનિયનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે.

આજે હડતાળના પ્રથમ દિવસે સરકારી બેંકોના તાળા ખુલ્યા જ ન હતા. સરકારી બેંકો બંધ રહેતા બેંકના ખાતાની લેવડદેવડ, આરટીજીએસ સહિતની કામગીરી મહદઅંશે ખોરવાઈ હતી. જો કે સહકારી અને ખાનગી બેંકો રાબેતા મુજબ ચાલુ રહી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular