Tuesday, August 18, 2026
HomeGeneralમોરબી દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાતના ખર્ચ મામલે ટ્વિટ કરનાર TMC નેતાની...

મોરબી દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાતના ખર્ચ મામલે ટ્વિટ કરનાર TMC નેતાની અમદાવાદ પોલીસે ધરપકડ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ તૃણમૂલ કોંગ્રેસ(Trinamool Congress)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જી (Mamata Banerjee)ના નજીકના સાકેત ગોખલે(Saket Gokhale)ની અમદાવાદ પોલીસે સોમવારે મોડી રાત્રે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ગોખલે પર મોરબીની ઘટના અંગે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. ધરપકડની માહિતી તેમના પક્ષના સાથી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયન દ્વારા આપવામાં આવી હતી. તેમણે ટ્વીટ કર્યુ કે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સોમવારે સાકેતે 9 વાગ્યે નવી દિલ્હીથી જયપુર જવા માટે ફ્લાઈટ લીધી હતી. જ્યારે તેઓ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ગુજરાત પોલીસ જયપુર એરપોર્ટ પર તેમની રાહ જોઈ રહી હતી અને તેમની ધરપકડ કરી હતી.

મોરબીમાં ઝુલતો પુલ( Morbi Bridge Tragedy)તુટતા 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બન્યો તે સમયે પ્રધાનમંત્રી પણ ગુજરાતની મુલાકાતે હતા. બનાવના બીજા દિવસે PM મોદીએ ઘટના સ્થળ પર જઈને બનાવનો તાગ મેળવ્યો હતો ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન રાજ્ય સરકાર અને PM નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અનેક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો દ્વારા PM મોદીની મુલાકાતને લઈને લખાણો અને પોસ્ટ મુકવામાં આવી હતી. મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સમયે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ ટ્વિટ કરવામાં આવ્યું હતુ, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘RTI દર્શાવે છે કે PM મોદીની મોરબીની થોડા કલાકોની મુલાકાતનો ખર્ચ 30 કરોડ થયો હતો. આમાંથી 5.5 કરોડ માત્ર “સ્વાગત, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી” માટે હતા. મૃત્યુ પામેલા 135 પીડિતોને પ્રત્યેકને 4 લાખ એક્સ-ગ્રેશિયા એટલે કે 5 કરોડ મળ્યા, માત્ર મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 લોકોના જીવન કરતાં પણ વધુ છે.’ આ સાથે જ તેમણે કેટલાક ન્યૂઝ પેપરના કટિંગ પણ મુક્યા હતા.

- Advertisement -

TMC નેતા દ્વારા કરવામાં આવેલા આરોપ ખોટા હોવાની શંકાના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime)માં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસ પૂરાવાની જાણકારી મેળવી રહી હતી. આ દરમિયાન સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા હોવાનું સામે આવતા TMC નેતા સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમ રાજસ્થાન રવાના થઈ હતી અને રાજસ્થાન એરપોર્ટ(Rajasthan Airport) પરથી સાકેત ગોખલેની ઘરપકડ કરવામાં આવી હતી. PIB FACT CHECKમાં પણ સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટો હોવાનું સામે આવ્યું છે.

ડેરેક ઓ બ્રાયન જણાવ્યા મુજબ, ‘તેની ધરપકડ બાદ ગોખલેએ મંગળવારે સવારે 2 વાગ્યે તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે ગુજરાત પોલીસ(Gujarat Police)તેને અમદાવાદ લઈ જઈ રહી છે અને તે આજે બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશે. પોલીસે તેને માત્ર બે મિનિટનો ફોન કોલ કરવાની મંજૂરી આપી અને પછી તેનો ફોન અને તેનો તમામ સામાન જપ્ત કર્યો.’

ગુજરાત ભાજપે ગોખલેના ટ્વીટ પર આપવામાં આવેલી માહિતીને ફેક ન્યૂઝ ગણાવી હતી. ગુજરાત ભાજપે કહ્યું કે આવી કોઈ RTI ફાઈલ કરવામાં આવી નથી કે કોઈ RTIનો આવો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. બીજેપી ગુજરાતે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નવી ક્લિપિંગ બનાવટી છે, અને હકીકતમાં આવો કોઈ અહેવાલ ક્યાંય પ્રકાશિત થયો નથી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular