નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર- પ્રસાર કરવાનો આજે અંતિમ દિવસ છે. તેવામાં ગોંડલ બેઠકને લઈને ફરીએકવાર વિવાદ સામે આવ્યો છે. ગોંડલના જયરાજસિંહ (Jayrajsinh Jadeja) અને રિબડાના અનિરૂદ્ધસિંહ (Anirudhsinh Jadeja Ribda) વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા ચૂંટણી પંચ ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે.
ગોંડલના રાજકારણ હવે નવા વળાંક આવી રહ્યા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજાએ જાહેરમંચથી ધમકીના શુર નીકાળતા રીબડાના અનિરૂદ્ધસિંહએ ભાજપના ઉમેદવારને હરાવવાના પ્રયાસ ચાલુ કર્યા છે. તાજેતરમાં જ એક સભા દરમિયાન અનિરૂદ્ધસિંહએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેની અપીલ કરી હતી. ત્યારે આજે પ્રચારના અંતિમ દિવસે અનિરૂદ્ધસિંહ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.
તાજેતરમાં જ ગોંડલના ભુણાવા ગામમાં યોજાયેલી સભામાં જયરાજસિંહે જાડેજાએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી જયરાજસિંહ જીવે છે ત્યાં સુધી ગોંડલ બેઠક પર જયરાજસિંહના પરિવારને જ ટિકિટ મળશે. આ ઉપરાંત તેમણે વિરોધીઓના સરનામા વીંખી નાખવાની ધમકી આપી હતી. હાલ ગોડલ બેઠકને લઈને વિવાદ ઉગ્ર બનતા ચૂંટણી પંચ એલર્ટ થયું છે. ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપતા ગોંડલના વિસ્તારમાં પોલીસના કેમ્પ ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત SRP અને CRPFની કંપની પણ તૈનાદ કરી દેવામાં આવી છે. ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણીમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








