નવજીવન ન્યૂઝ. વઢવાણઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દિગ્ગજ નેતાઓ હાલ રાજ્યમાં પ્રચારના કામમાં લાગ્યા છે. જોકે સ્થાનિક નેતા તો ઠીક પણ સ્ટાર પ્રચારકોને પણ પ્રજાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ કે આપ તમામ રાજકીય પક્ષને વિરોધના નારાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભાજપના સ્ટાર પ્રચાર અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani)સભા પહેલા મહિલાઓએ હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ હતી.
કેન્દ્ર સરકારમાં જે સમયે ભાજપની સરકાર ન્હોતી તે સમયે મોંધવારી અને ગેસના બાટલાઓને લઈને સ્મૃતિ ઇરાની દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવતો હતો. જોકે છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં સ્મૃતિ ઇરાની મંત્રી પદે પણ છે. જેતે સમયે તેમણે મોંધવારી જેવા મુદ્દાઓને લઈને વિરોધ કરતા હતા. તેવા જ મુદ્દાઓના સવાલોમાં ગુજરાતની ચૂંટણીમાં( Gujarat Election) ભાજપના પ્રચાર કરતી વખતે સ્મૃતિ ઇરાની ધેરાઈ રહ્યા છે. તાજેતરમાં જ આણંદના મહિલા સંવાદ કાર્યક્રમમાં એક મહિલા સ્મૃતિ ઇરાનીને ગેસના ભાવ વધારે છે તેવું કહી ભાવ ઘટાડવાનું કહ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગુજરાતની બેઠકો કબ્જે કરવા પ્રચાર માટે હવે બે દિવસનો જ સમય છે. તેવામાં સૌરાષ્ટ્રની બેઠકો કબ્જે કરવા સ્મૃતિ ઇરાની ભાજપનો પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે. જોકે સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્મૃતિ ઇરાનીની સભા યોજાય તે પહેલા જ સભાસ્થળે મહિલાઓએ મોંધવારી મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ( Former CM Vijay Rupani) પણ હાજર રહ્યા હતા. સભા પહેલા વિરોધનો સુર ઉઠતા વિરોધ કરી રહેલી મહિલાઓને શાંત કરવા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સભા સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસનો ચૂસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓને હટાવી સ્ટાર પ્રચારનું નાક કપાતા બચાવવા પ્રયાસ કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








