Sunday, June 28, 2026
HomeGujaratલખીમપુર ખીરીમાં ઇરાદાપૂર્વક ખેડૂતોને અડફેટે લેવા મામલે SIT રિપોર્ટ પર રાહુલ ગાંધીએ...

લખીમપુર ખીરીમાં ઇરાદાપૂર્વક ખેડૂતોને અડફેટે લેવા મામલે SIT રિપોર્ટ પર રાહુલ ગાંધીએ આપી પ્રતીક્રીયા

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી કેસમાં જેલમાં બંધ કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા દ્વારા કથિત રીતે ખેડૂતોની હત્યાને “આયોજિત ષડયંત્ર” ગણાવતા એસઆઈટીના અહેવાલો બાદ આજે સંસદમાં વિપક્ષી પક્ષો તરફથી સરકારને આકરા શબ્દોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સવારે લોકસભામાં એસઆઈટી રિપોર્ટ પર ચર્ચા કરવા માટે સ્થગિત નોટિસ આપી છે. કોંગ્રેસના નેતાએ પોતાની નોટિસમાં કહ્યું હતું કે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમનો અહેવાલ બહાર આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને મોદી કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવે.

કોંગ્રેસના સાંસદે લખ્યું હતું કે, “યુપી પોલીસ એસઆઈટીના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે લખીમપુરમાં ખેડૂતોનો હત્યાકાંડ એ પૂર્વ આયોજિત કાવતરું હતું, કોઈ બેદરકારી નહોતી.” સરકારે તાત્કાલિક ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાને બરતરફ કરવા જોઈએ અને પીડિતોના પરિવારોને ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ.”

- Advertisement -



એસઆઈટીએ એક અહેવાલમાં લખીમપુર ખીરીના મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે ૩ ઓક્ટોબરે લખીમપુર ખીરીમાં આશિષ મિશ્રા દ્વારા કથિત રીતે સંચાલિત એસયુવી દ્વારા ખેડૂતોને હત્યાના ઇરાદાથી કચડી નાખવામાં આવ્યા હતા અને તે “બેદરકારીથી મૃત્યુ” નહોતું.

આ કેસની તપાસ કરી રહેલી ટીમે કહ્યું છે કે આશિષ મિશ્રા અને અન્ય સામે બેફામ ડ્રાઇવિંગના આરોપોમાં સુધારો કરવો જોઈએ અને હત્યાના પ્રયાસ અને સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાના આરોપોનો સમાવેશ કરવો જોઈએ. આશિષ મિશ્રા અને અન્ય લોકો પહેલેથી જ હત્યા અને ષડયંત્રના આરોપોનો સામનો કરી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular