નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં સીટી બસનો અવારનવાર અકસ્માત સામે આવતો હોય છે. સાથે જ સીટી બસના ડ્રાઈવર બેફામ બસ હંકાવતા હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. જેના કારણે જ પંકાયેલી સીટી બસને માતેલા સાંઢ તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક સીટી બસનો અકસ્માત થયો છે. જેમાં સીટી બસના ચાલકે અન્ય એક બાઈક ચાલકને અડફેટમાં લેતા બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો. સમગ્ર બનાવ સીસીટીવી ફુટેજમાં કેદ થતા ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સ્પીડમાં આવતી બસે ફુટબોલની જેમ બાઈક ચાલકને ફંગોળી દીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં ગત 18 નવેમ્બરે બપોરના સમયે જયદેવસિંહ જાડેજા નામનો વ્યક્તિ બુલેટ બાઈક લઈને બસ સ્ટેન્ડથી મવડી ચોકડી તરફ જઈ રહ્યો હતો. આ દરિયાન આનંદ બંગલા ચોક નજીક સીટી બસના ચાલકે ઓવર ટેક કરવા જતાં સામેની સામેથી આવી રહેલા બાઈકને અડફેટ લીધો હતો. આ સીટી બસ ચાલકની બેદરકારીનો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વીડિયો સામે આવ્યો છે. વિચલીત કરે તેવા દ્રશ્યો જોઈ લોકો રાજકોટના લોકો મનપા તંત્ર પર રોષે ભરાયા છે.
સામે આવેલા સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે, રીક્ષા ચાલકને ઓવર ટેક કરવા જતાં સામેની સાઈડથી આવી રહેલા બુલેટ બાઈકને બસએ અડફેટે લીધો હતો. મામલાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્ત બાઈક સવારને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ બાઈક સવારને ફ્રેક્ચર થયું હોવાની જાણકારી સામે આવી છે. અગાઉ પણ અને હજી પણ અવારનવાર સીટીબસ ચાલક ભૂલોનું પુનરાવર્તન કરતાં જોવા મળી રહ્યા છે.
જુઓ વિડિઓ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |
![]() |











