Thursday, June 25, 2026
HomeGujaratનેતાજી આ શું બોલી ગ્યા ! 13 કરોડ અને ભાજપની ટિકિટ અપાવી...

નેતાજી આ શું બોલી ગ્યા ! 13 કરોડ અને ભાજપની ટિકિટ અપાવી ? જૂઓ વિડીયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે રાજકીય કાવાદાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કેટલીક બેઠકો પર આંતરીક વિવાદ ચરમસિમા પર પહોંચ્યો છે. એવામાં એક ભાજપના એક નેતાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં નેતા ખેંચી લાવ્યા અને 13 કરોડ રૂપિયા અપાવ્યાનો જાહેરમાં ગંભીર આરોપ લગાવ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે, અમદાવાના સાણંદ વિધાનસભા બેઠક પરથી ભાજપે કનુભાઈ પટેલને ટિકિટ આપતા વિવાદનો મધપૂડો છેડાયો હતો. કનુભાઈને ટિકિટ મળતા રાજકીય આગની જ્વાળા એવી ભડકી કે સાણંદના APMC ચેરમને બંડ પોકાર્યો અને 15000 સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

- Advertisement -

ભાજપમાં હડકંપ મચી ગયો !

ભાજપમાં જ આંતરિક ખટરાગ ચરમસિમા પર પહોંચતા સાણંદ-બાવળમાં ખેંગરા સોલંકીએ હજારો સમર્થકો બોલાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આટલેથી નહીં અટકતા ખેંગાર સોલંકીએ જાહેરસભામાં એક સળગતું નિવેદન આપ્યું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં ખેંગાર સોલંકીએ ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલ તેમજ કરમશીભાઈ પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં તેઓ લાવ્યા હતા અને, રૂપિયા 13 કરોડ તેમજ ભાજપની ટિકિટ અપાવી હોવાનું જણાવ્યું હતું. આ નિવેદન સામે આવતાની સાથે જ રાજકીય ગલીયારામાં હડકંપ મચી ગયો હતો અને વિપક્ષે પણ આ મુદ્દાને ઉઠાવી લીધો છે.

13 કરોડની વાત થતા જ સભા ગાજી ઉઠી !

વિડીયોમાં જોઈ શકાય છે કે, જ્યારે બાવળાના નાનોદરા ગામની સભામાં ખેંગાર સોલંકીએ કહ્યું કે, કનુભાઈ તેમજ કરમશીભાઈને હું જ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યો અને 13 કરોડ સાથે ભાજપની ટિકિટ અપાવી છે. પણ હું તેમને સમાજનું હિત કરવા લાવ્ય હતો કે, ભાજપમાંથી કોળી પટેલને ટિકિટ મળે તો કંઈક કલ્યાણ થશે. પણ આ તો પોતાનું જ કલ્યાણ કરે છે. આ વાત જાહેરસભામાં થતા જ લોકોએ તેમને વધાવી લીધા અને તાળીઓ પડવા લાગી હતી.

જુઠ્ઠુ તો બોલવું પડે !

મહત્વની વાત છે કે, ખેંગાર સોલંકીના નિવેદનથી ભાજપની મુશ્કેલી વધી ગઈ હતી અને ડેમેજ કંટ્રોલ કરવા કવાયત હાથ ધરવી પડી હતી. તેમજ આ મામલે ખેંગાર સોલંકીએ પણ એક મિડીયા સમક્ષ ફેરવી તોડ્યું હતું અને જણાવ્યું કે, હા હું બોલ્યો તો હતો પણ રાજકારણમાં જુઠ્ઠુ તો બોલવું પડે. સામાન્ય રીતે નેતાઓ આજ રીતે ફેરવી તોડતા હોય છે, પરંતુ આ મુદ્દે વાયરલ થયેલો વિડીયો ભાજપનો પીછો છોડતો ન હોય તેમ લોકો સુધી પહોંચી રહ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular