Saturday, May 2, 2026
HomeGujaratગુજરાતની ચૂંટણી માટે કોંગ્રસના 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર, આ રહી યાદી...

ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રસના 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર, આ રહી યાદી વાંચો..

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. કોંગ્રેસ દ્વારા 144 બેઠક પરના ઉમેદવારાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 38 બેઠક પર હજી પણ ઉમેદવારોનું કુકડું ગુચવાતા નામ જાહેર કરવામાં આવ્યા નથી. તેવામાં આજે ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારક નેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના તાજેતરમાં જ ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રીયંકા ગાંધી સહિતના 40 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ગુજરાતના નેતાઓમાં શક્તિસિંહ ગોહીલ, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, આદીવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટાર પ્રચારની યાદી 40 નેતાઓની યાદી નીચે મુજબ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular