Friday, March 29, 2024
HomeGujaratવડોદરાઃ મિત્રના બુલેટને પંચર પડતા મદદે ગયા, રોંગ સાઈડથી બોલેરો કાળ બનીને...

વડોદરાઃ મિત્રના બુલેટને પંચર પડતા મદદે ગયા, રોંગ સાઈડથી બોલેરો કાળ બનીને ત્રાટકતા બેના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં એક મિત્રની મદદ કરવા પહોંચેલા યુવાનોનો અકસ્માત થયો છે. વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામ નજીર મોડીસાંજે બુલેટ બાઈક પર ત્રણ યુવાનો જઈ રહ્યા હતા. ત્યારે બોલેરોએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપ્જયું હતું, અન્ય એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનની હાલત ગંભીર છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના સાંઈનાથ નગરમાં રહેતા કિશન વણઝારા મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરી છે. તેની બુલેટ બાઈકમાં પંચર પડતાં પાણીગેટ બાવચાવાડમાં રહેતા તેના મિત્ર ગૌતમ કહાર ઉં 17 વર્ષ અને દેવ રજનીશભાઈ કપાર ઉં 17ને મદદ માટે બોલાવ્યા હતા. જેથી ગૌતમ કહાર તેના મિત્ર દેવ કપારને લઈને મંજુસર ખાતે ગયા હતા. ત્યારબાદ ત્રણે મિત્રો બુલેટ પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કિશન બુલટ ચલાવી રહ્યો હતો.

- Advertisement -

ત્રણે મિત્રો બુલેટ પર આસોડ પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવી રહેલી બોલેરો જીપે અડફેડે લીધા હતા. જેથી ત્રણ રોડ પર ફંગોળાયા હતા. બોલેરોની ટક્કર એટલી ભયાનક હતી કે, કિશન વણઝારાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન ગૌતમ કહારનું મોત નિપજ્યું હતું અને દેવ કહારને બે પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. બે મિત્રોના મોતથી તેમના પરીવારમાં શોકનું મોજુ ફરીવળ્યું હતું. સમગ્ર બાબતે મંજુસર પોલીસે બોલેરો જીપ ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular