Tuesday, May 5, 2026
HomeGujaratરેશ્મા પટેલને ગોંડલથી ચૂંટણી લડવા ના મળી તો સંદિપ ડોબરીયા થયા નરાજ,...

રેશ્મા પટેલને ગોંડલથી ચૂંટણી લડવા ના મળી તો સંદિપ ડોબરીયા થયા નરાજ, આપ્યું NCPમાંથી રાજીનામુ

- Advertisement -

નવજીવન ન્યુઝ.રાજકોટઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઘણા જાણીતા ચહેરાઓને પક્ષોએ એક તરફ કર્યા છે તો ઘણા નવા ચહેરાઓને વિવિધ પાર્ટીઓએ તક પણ આપી છે. પાટીદાર અનામત આંદોલન વખતના ઘણા ચહેરા આ વખતે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ આંદોલન વખતે મહિલા નેતા તરીકે સક્રિય ભૂમકા ભજવનારા રેશ્મા પટેલને પણ ચૂંટણી લડવાની તક મળશે તેવો અંદાજ ઘણાઓને હતો. જોકે ગોંડલ બેઠક પરથી દાવેદારી કરનારા રેશ્મા પટેલને સાઈડલાઈન કરવામાં આવ્યા છે જેના કારણે નારાજ થયેરા રાજકોટ એનસીપી જિલ્લા પ્રમુખ સંદિપ ડોબરીયાએ રાજીનામુઆપી દીધું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી જેમ જેમ વિવિધ પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતી ગઈ તેમ તેમ નારાજગીના સૂર પર ઊંચા થતા આવ્યા છે. આ દરમિયાનમાં ગુજરાત વિધાનસભાની ગોંડલ બેઠક પર દાવેદારી કરનારા રેશ્મા પટેલને એનસીપી આ વખતે તક જરૂર આપશે તેવું માનવામાં આવતું હતું. જોકે સંદિપ ડોબરીયાનું કહેવું છે કે, પ્રદેશ મહિલા પ્રમુખ, રેશ્માબેન પટેલની ગોંડલ દાવેદારીની સીટ ઉપર ગઠબંધન કરવામાં એનસીપીની નિષ્ફળતાના કારણે હું રાજકોટ જિલ્લા પ્રમુખ સંદિપ ડોબરીયા મારા જિલ્લા પ્રમુખના પદ પરથી અને એનસીપી પાર્ટીમાંથી રાજીનામું આપવા માગું છું.

- Advertisement -

તેમણે ઉમેર્યું છે કે, એનસીપી ગુજરાતમાં રાજકોટ જિલ્લા એનસીપી ટીમ નિષ્ઠાથી અને મજબૂત સંગઠન બનાવીને કામગીરી કરે છે અને સૌરાષ્ટ્રથી લડાયક અને મજબૂત મહિલા નેતા રેશ્માબેન પટેલની ગોંડલની સીટ ઉપરથી લડવા માટેનો મોકો મળશે એવી અમારી જિલ્લા ટિમને ખુબ જ આશા હતી પરંતુ ગોંડલની સીટ પર ગઠબંધન કરવામાં નિષ્ફળ એનસીપી પાર્ટીએ મહિલા શક્તિને અન્યાય કર્યો છે. અમે દેશની નારી શક્તિને સન્માન આપીએ છીએ. રેશ્મા બેન પટેલ જેવા લડાયક નેતા અને ગોંડલ વિધાનસભા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર સાથે થયેલા અન્યાયથી દુઃખ અનુભવીએ છીએ અને આ બદલ અમે રાજકોટ જિલ્લા પ્રમુખ પદેથી અને એનસીપીમાંથી અમારું રાજીનામું આપીએ છીએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular