નવજીવન ન્યુઝ. વડોદરા : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેટલાય દિગ્ગજ નેતાઓના પત્તા કાપી નાખતા ભાજપની મુશ્કેલી વધી શકે છે. ત્યારે મોટા સમાચાર મળી રહ્યાં છે કે, વડોદરાની વાઘોડીયા બેઠક પરથી મધુ શ્રી વાસ્તવે ભાજપમાંથ રાજીનામું ધરી દીધું છે. મધુ શ્રી વાસ્તવના રાજીનામાંની સાથે જ વડોદરા શિવસેનાના નેતાઓ અને કાર્યકરો પણ તેમના સમર્થનમાં પહોંચી ગયા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જૂના જોગીઓને ટિકીટ નહીં આપે તેવી આશંકા બાદ દિગ્ગજ નેતાઓના પત્ર સામે આવ્યા હતા જેમાં તેઓ ચૂંટણી નથી લડવા માગતા તેવું જણાવાયું હતું. ભાજપે દિગ્ગજ નેતાઓને ઘરે બેસાડી દેતા વિવાદ ન થાય માટે ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસો કર્યા છે. પરંતુ આ પ્રયાસો પુરતા નથી તેમ મધુ શ્રી વાસ્તે આપેલા રાજીનામા પરથી જણાય છે.
વડોદરાની વાઘોડીયા વિધાનસભા બેઠક પરથી ચૂંટાતા મધુ શ્રી વાસ્તવને ભાજપે ટિકીટ નહીં આપતા તેમણે આજે રાજીનામું ધરી દીધું છે. મધુ શ્રી વાસ્તવે રાજીનામું આપતા સમયે મિડીયાને જણાવ્યું કે, તેઓને ટિકીટ નહીં ભાજપના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપે છે. સાથે જ તેમણે કહ્યું કે, મે ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો કે નથી તો ક્યારેય ઉદ્યોગપતિ પાસેથી ફંડ મેળવ્યું માટે મારો હિસાબ કોઈ નહીં કરી શકે. અપક્ષ ચૂંટણી લડવા બાબતે મધુ શ્રી વાસ્તવે જણાવ્યું હતું કે, મારી કાર્યકરોની કમિટી નક્કી કરશે કે મારે ચૂંટણી લડવી કે નહીં, જો કમિટી કહેશે તો હું અપક્ષ ચૂંટણી લડવા તૈયાર છું.
મહત્વની વાત છે કે, મધુ શ્રી વાસ્તવે રાજીનામું આપ્યું ત્યારે તેમને મળવા અને સમર્થન માટે વડોદરા શિવસેનાના નેતાઓ અને કાર્યકરો પણ પહોંચી ગયા હતા. શિવસેનાના યોગેશ વાઘમારેએ મિડીયાને જણાવ્યું હતું કે, જો મધુ શ્રી વાસ્તવ અપક્ષ ચૂંટણી લડે તો અમારું તેમને સમર્થન રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










