નવજીવન ન્યુઝ. રાજકોટ : રાજકોટના જેતપુર તાલુકામાં આવેલા કારખાનમાં આગ લાગ્યાના ઘટના સામે આવી છે. કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નિકળતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ કાપડ પ્રીન્ટના કારખાનામાં અચાનક જ આગ ફાટી નિકળી છે.
રાજકોટના જેતપુર તાલુકામાં જેતપુર-ધોરાજી રોડ પર આવેલા દિગ્વિજય ટેક્સ પ્રિન્ટ નામના કારખાનામાં આગ લાગી છે. ભીષણ આગના પગલે કારખાનામાં કામ કરતા માણસોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી ભીષણ રીતે વ્યાપી ગઈ છે કે ધુમાડા દૂર-દૂરથી પણ જોઈ શકાય છે. ભીષણ આગની માહિતી મળતા જ જેતપુર પાલિકાના બે ફાયર ફાયટર વાહનો સાથે ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો. હાલ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ બુઝાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અને આગના કારણની જાણકારી માટે પણ તપાસ હાથ ધરી છે.
હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ માનવામાં આવે છે કે આગના કારણે કારખાનામાં રૂપિયા 1 કરોડ જેટલી રકમનું નુકશાન પહોંચે તેવી સંભાવના છે. હાલ સુધી કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે નહીં તે મામલે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી. પરંતુ કારખાનામાં સેન્ટર યુનિટમાં 4 જેટલા મશીનમાં આગ લાગી ત્યારે કારખાનામાં કેટલાક લોકો કામ કરી રહ્યાં હતા અને નાસભાગ મચી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










