નવજીવન ન્યૂઝ. મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કસ્ટમ વિભાગે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટના સૂત્રો દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે શાહરૂખ ખાન શુક્રવારે રાત્રે શારજાહથી પરત આવી રહ્યો હતો ત્યારે કસ્ટમ વિભાગે તેમને મુંબઈ એરપોર્ટ પર લગભગ એક કલાક સુધી રોક્યા હતા. એરપોર્ટ પર તપાસ દરમિયાન શાહરૂખ ખાન જોડેથી મોંઘી ઘડિયાળો મળી આવી હતી. જેની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હતી અને તેના માટે કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં આવી ન હતી. આ કારણોસર તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો અને લગભગ રૂ. 6.83 લાખની કસ્ટમ ડ્યુટી ભરવાનું કહેવામાં આવ્યું હતું.
રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન અને તેની આખી ટીમની મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ નિયમોના ઉલ્લંઘન માટે પૂછપરછ કરી હતી. લગભગ એક કલાક બાદ શાહરૂખ અને તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં શાહરૂખ ખાન સાથે તેનો બોડીગાર્ડ જોવા મળ્યો ન હતો. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેના બોડીગાર્ડ રવિને રોકી રાખવામાં આવ્યો હતો. રવિની પૂછપરછ કર્યા પછી, સવારે લગભગ 5 વાગ્યે દંડ તરીકે 6.83 લાખ રૂપિયા ચૂકવીને બધાને છોડી દેવામાં આવ્યા હતા.
શાહરૂખની ટીમ પાસે લગભગ 18 લાખ રૂપિયાની ઘડિયાળો અને કેટલાય ખાલી બોક્સ મળી આવ્યા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે, તપાસ સમયે શાહરુખ ખાનની બેગમાંથી બબન એન્ડ ઝુર્બ્કની ઘડિયાળ, રોલેક્સની ઘડિયાળના છ ડબ્બા, સ્પ્રિરિટ બ્રાન્ડની ઘડિયાળ, એપલ સિરીઝની ઘડિયાળ મળી આવી હતી. કસ્ટમ વિભાગે તમામ સવાલ-જવાબ કર્યા ત્યારે ખબર પડી કે આ ઘડિયાળોની કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં આવી નથી. જેથી શાહરૂખ સહિત તેની ટીમને પૂછપરછ માટે અટકાવવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










