નવજીવન ન્યુઝ. રાજકોટ : ન્યુડ વિડીયો કોલ કરી પૈસા પડાવવાનો કાળો કારોબાર ખુબ વિકસતો હોય તેવી સ્થિતી છે. ત્યારે આ ગોરખધંધા સામે પોલીસ પણ કડકાઈથી કાર્યવાહી કરી લોકોને મદદ કરી રહી છે. એવામાં રાજકોટ પોલીસે ગંભીરતાથી કામગીરી કરી પિડીતને પૈસા પરત અપાવી નોંધપાત્ર કામગીરી કરી છે.
રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે તેના ફોન પર યુવતિએ ન્યુડ વિડીયો કોલ કરી સ્ક્રિન રેકોર્ડિંગ કરી લઈ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું છે. સાથે જ ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા તેમની પાસેથી વિડીયોની ધમકી આપી રૂપિયા 64,500 પડાવી લેવાયા છે. ફરિયાદ મળતા જ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ આદરી આરોપીઓ સુધી પહોંચવા કામગીરી શરૂ કરી હતી. પરંતુ આરોપી ન મળવા છતાં પણ ફરિયાદી પાસેથી પડાવેલી રકમ પરત લાવવામાં પોલીસને સફળતા મળી છે.
પોલીસે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ફરિયાદીને એક નંબર પરથી વોટ્સએપમાં વિડીયો કોલ આવ્યો હતો. આ વિડીયો કોલ ઉઠાવતાની સાથે જ સામે નગ્ન અવસ્થામાં એક યુવતિ જોવા મળી હતી. આ વિડીયો કોલનું આરોપીઓએ સ્ક્રિન રેકોર્ડિંગ કરી લીધું હતું અને બાદમાં ગોરખધંધાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસાની માગણી શરૂ કરી હતી અને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા.
આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા 64,500 પડાવી લઈ ગુનો કર્યો હતો. પરંતુ પોલીસે આ મામલે કાર્યવાહી કરી ફરિયાદીને ગયેલી રકમ પરત અપાવી હતી. સાથે જ પોલીસે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, લોકો આ પ્રકારના ઠગોથી બચે અને જો બ્લેકમેલ કરતી ધમકી મળે તો તાત્કાલીક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જેથી, પોલીસ મદદ કરી શકે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










