નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં નેતાઓની પક્ષ પલડાની સિઝનની શરૂઆત થઈ છે. કોંગ્રેસની હાલત એક સાંધે ને તેર તૂટે તેવીમાં મુકાયું છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝાડકો લાગ્યો છે. કોંગ્રેસના સૌથી દિગ્ગજ ગણાતા નેતા મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે. છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસમાં મોહન રાઠવા સક્રિય હતા. આદિવાસી પૂર્વ પટ્ટીમાં તેમનું મોટુ નામ માનવામાં આવતું હતું.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા પક્ષ પલટાની સિઝન જામી છે. તેવામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. પોતાના સમર્થકો સાથે આજે તેમણે ભાજપમાં જોડાશે. તેમણે સાંજે 5 વાગે તેમણે ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં એન્ટ્રી લેશે. કોંગ્રેસનો હાથ છોડતા હવે છોટાઉદેપુરમાં માઠા પરિણામ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુર કોંગ્રેસનો ગઢમાં માનવામાં આવ છે. મોહન રાઠવા છોટા ઉદેપુરથી 11 વખત ચૂંટાયા છે. 1972થી દબદબો તેમનો આ બેઠક પર દબદબો રહ્યો છે. આદિવાસી પૂર્વ પટ્ટીમાં તેમનું મોટુ નામ પણ માનવામાં આવે છે. ઉપરાંત સૌથી વધારે MLA બનવાનો રેકોર્ડ પણ તેમના નામે રહ્યો છે. તેમણે વિપક્ષનેતા અને જાહેર હિસાબ ખાતુ સમિતિ અધ્યક્ષ રહી ચૂક્યા છે. મોહન રાઠવાએ 2022માં કરી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










