Tuesday, May 26, 2026
HomeGujaratવિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ટીકીટ પાછી ખેંચાઈ, કહ્યું "હું દહેગામથી નહીં લડું...

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ટીકીટ પાછી ખેંચાઈ, કહ્યું “હું દહેગામથી નહીં લડું ચૂંટણી”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં રોજ અવનવા રાજકીય દાવપેચ શરૂ થયાં છે. ગુજરાતમાં તમામ બેઠક પર પ્રથમ વાર ચૂંટણી લડવા જઈ રહેલી AAP એ ધડાઘડ ઉમેદવારીઓની યાદી જાહેર કરી છે. અત્યારે આજે આપ દ્વારા 12મી યાદી જાહેર કરવામાં આવી છે. તેવામાં અગાઉ દહેગામ બેઠક પરથી ઉમેદવાર તરીકે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આજે 12માં લિસ્ટની જાહેરાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે તેઓ દહેગામથી ચૂંટણી નહીં લડે, તેમની જગ્યાએ નવા ઉમેદવાર સુહાગ પંચાલ દહેગામથી ચૂંટણી લડશે.

આજે આપ ગુજરાતના નેતા અને દહેગામ બેઠકના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જણાવામાં આવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજાને એક યુવા પ્રતિનીધીત્વ તરીકે પહેલા પક્ષને વિચાર આવ્યો હતો, અને દહેગામથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતું અત્યારે જે ચૂંટણીનો માહોલ જોતા પાર્ટીએ આદેશ કર્યો છે કે તેમણે ચૂંટણી લડવાના બદલે લડાવવામાં શક્તિનો ઉપયોગ કરો.

- Advertisement -

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે રાજનીતી કરવા માટે નહીં પરંતું રાજનીતી બદલવા માટે આવ્યા છે તેના ભાગરૂપે મેને જે કાર્યભાર આપવામાં આવ્યો હતો, દહેગામની બેઠકના બદલે ગુજરાતની યુવા શક્તિને એકજૂથ કરવા માટે મને સ્ટાર પ્રચારક તરીકેની નિમણુક આપવામાં આવી છે. પાર્ટીનો નિર્ણય હું સ્વીકારુ છું.

સાથે જ આજે યુવરાજસિંહ દ્વારા આજે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 12 બેઠક માટેના ઉમેદવારોની જાહેર કરવામાં આવી છે. યાદી અનુસાર અંજારથી અરજન રબારી, ચાણસ્માથી વીનુ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સેજલ વ્યાસ અને ઝગડીયાથી ઉર્મીલા ભગતનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular