Wednesday, July 8, 2026
HomeGujaratગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીના રોજ ખતમ થઈ રહ્યો છે. ત્યારે દેશના ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરી દીધી છે.

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર કરી છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન તારીખ 5 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કાની બેઠકો માટે 14 નવેમ્બર ઉમેદવારી નોંધાવવાનો આખરી દિવસ રહેશે જ્યારે બીજા તબક્કાની બેઠકો પર ઉમેદવારી નોંધાવવાનો આખરી દિવસ 17 નવેમ્બર રહેશે. પ્રથમ તબક્કાની ફોર્મ ચકાસણી તારીખ 15 નવેમ્બરના રોજ જ્યારે બીજા તબક્કાના ફોર્મ ચકાસણી 18 નવેમ્બર રહેશે. ઉમેદવારી પરત ખેંચવા પ્રથમ તબક્કામાં તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કામાં 21 નવેમ્બર સુધી તક મળશે.

- Advertisement -

ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીવ કુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરતા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 4.9 કરોડ મતદારો નોંધાયા છે જેમાં 6 લાખ મતદારો યુવાન છે જે પ્રથમ વખત મતદાન કરશે. સાથે જ તેમણે સિનિયર સિટીઝન મતદારોની માહિતી આપી હતી કે, 8 લાખ મતદારો રાજ્યમાં 80 વર્ષના છે તેમજ આપણે સિનિયર સિટીઝન મતદાન સરળતાથી કરી શકે માટે તેમના માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલ્બ્ધ કરાવીશું. સાથે જ મહિલા મતદારો માટે ખાસ મોડલ બુથ બનાવવામાં આવશે અને દિવ્યાંગો માટે 182 મતદાન બુથ પર ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. યુવા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પંચ પ્રત્યેક જિલ્લામાં એક બુથ બનાવશે જ્યાં સૌથી યુવાન કર્મચારીઓને ચૂંટણીની કાર્યવાહી સોંપવામાં આવશે. મતદાન મથકો વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 51782 મતદાન મથકો રહેશે જ્યાં મતદારો મતદાન કરશે. તેમજ મતદાન મથકો પર પાયાની સુવિધા જેવી કે , પીવાના પાણી, બાથરૂમ, વેઈટિંગ એરિયા અને વિજળીની સુવિધા રહેશે.

લોકોને પોતાના ઉમેદવારો વિશે માહિતી મેળવવા માટે નો યોર કેન્ડીડેટ પોર્ટલ પરથી માહિતી મળી શકશે. સાથે જ ચૂંટણી પંચે જણાવ્યું છે કે, આ વેબસાઈટ પર તેમના આર્થિક, ક્રિમિનલ રેકોર્ડ તેમજ શિક્ષણ જેવી માહિતી મળી શકે છે.

- Advertisement -

રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે પણ ખાસ એક પોર્ટલની સુવિધા મળશે. આ પોર્ટલનું નામ સુવિધા પોર્ટલ છે, જેના મારફતે ઉમેદવારને લગતી સુવિધાઓ અને સમસ્યાઓની રજૂઆત કરી શકાશે. ઉમેદવારોને આ પોર્ટલ મારફતે ગ્રાઉન્ડ બુકિંગની પણ સુવિધા મળી શકશે. સ્પષ્ટતા કરતા રાજીવ કુમારે જણાવ્યું કે, દરેક ઉમેદવારને સમાન તક ઉપલ્બ્ધ કરાવવીની કોશીશ રહેશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular