Wednesday, July 8, 2026
HomeGujaratબનાવટી ચલણી નોટ રેકેટનું દિલ્હી કનેક્શન: દિલ્હીથી એક વ્યક્તીની ધરપકડ કરવામાં આવી

બનાવટી ચલણી નોટ રેકેટનું દિલ્હી કનેક્શન: દિલ્હીથી એક વ્યક્તીની ધરપકડ કરવામાં આવી

- Advertisement -

દિલિપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): સુરત પોલીસ દ્વારા તાજેતરમાં જ દેશું સૌથી મોટું બનાવટી ચલણી નોટોનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં મુંબઈના વિકાસ જૈન નામના વ્યક્તિએ ગુજરાતમાં આ બનાવટી ચલણી નોટો મોકલી હોવાનું સામે આવ્યું હતું, ત્યાર બાદ તેની ધરપકડ પણ ગુજરાત પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી. આ ગુનાના સંદર્ભમાં સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને આગળ વધુ તપાસ કરવામાં આવી હતી. તપાસના અનુસંધાને આજે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસની તપાસ કરવા માટે એક સ્પેશિયલલ ઇન્વેસ્ટિગેશન ટિમ (SIT)ની રચના કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હીથી 11 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા આરોપીઓ પાસેથી અત્યાર સુધી અંદાજિત 335 કરોડ રૂપિયાની બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે.

- Advertisement -

અત્યાર સુધી એવું માનવમાં આવતું હતું કે મુંબઈથી પકડાયેલો આરોપી વિકાસ જૈન આ રેકેટમાં મુખ્ય સૂત્રધાર છે, પરંતુ વિકાસ જૈનની ધરપકડ બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ સમગ્ર રેકેટ દિલ્હીથી ચાલી રહ્યું છે અને દિલ્હીમાં કોઈ પબ્લીશર આ નકલી નોટો છાપીને મુંબઈ વિકાસ જૈન સુધી પહોંચાડે છે અને પછી વિકાસ જૈન આ નોટોને દેશના અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરે છે.

આમ પોલીસને વિકાસ જૈન પાસેથી જે માહિતી મળી તેના આધારે ગુજરાત પોલીસ દ્વારા દિલ્હીમાં આરોપીઓને પકડવા માટે ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા ગુરમિતસિંહ ઠઠલ નામનાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી પણ 17 કરોડની કિંમતની બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી માલતિ માહિતી મુજબ આ રેકેટમાં હજુ ઘણા મોટા નામ ખૂલી શકે તેવી આશંકા છે. પોલીસ દ્વારા સતત આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે, આગામી સમયમાં પોલીસ અન્ય પણ મોટા ઘટસ્ફોટ કરી શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular