Friday, July 31, 2026
HomeGujarat'બેગ નહીં આપે તો ચપ્પુ મારી દઇશ' અમદાવાદમાં લગ્નની ખરીદી કરવા આવેલા...

‘બેગ નહીં આપે તો ચપ્પુ મારી દઇશ’ અમદાવાદમાં લગ્નની ખરીદી કરવા આવેલા રાજસ્થાની યુવકને છરીની અણીએ લૂંટી લેવાયો

- Advertisement -

નવજીવન. અમદાવાદઃ અમદાવાદમાં રિક્ષા ચાલક દ્વારા પેસેન્જર્સ જોડે લૂંટ ચલાવતા હોવાના અનેક કિસ્સા બન્યા છે . ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના શહેરમાં સામે આવી છે. રાજસ્થાનનો યુવક ભાઈના લગ્ન માટે અમદાવાદ કપડાં સહિતની વસ્તુઓ લેવા માટે અમદાવાદ આવ્યો અને રિક્ષા ચાલક દ્વારા તેને લૂંટી લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનનો નારાયણ પ્રજાપતિ નામનો યુવક મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલ્વે સ્ટેશન આવ્યો હતો. રેલ્વે સ્ટેશનથી બહાર આવીને ભાઈના લગ્નના કપડાં લેવા ચાણક્યપૂરી કારગિલ પાસે મિત્રને ત્યાં જવાનું હોવાથી ઓટો રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન રિક્ષાચાલકે કહ્યું હતું કે શટલમાં 50 રૂપિયા થશે અન્ય એક પેસેન્જરને ગોતા ઉતારીને બાદમાં કારગિલ પાસે ઉતરવાનું જણાવ્યું હતું.

- Advertisement -



ત્યાર બાદ રાજસ્થાનનો યુવક રિક્ષામાં બેસી ગયો હતો. રિક્ષા ચાલકે દિલ્હી દરવાજા થઈને ઇન્કમટેક્સ બાજુ લઈ ગયો હતો અને ઉસ્માનપુરા આવતા રિક્ષામાં પાછળની સાઈડ બેસેલા વ્યક્તિએ ખિસ્સામાંથી છરી કાઢીને યુવકને બતાવી દીધી હતી અને કહ્યું કે, તેની પાસે રહેલી બેગ નહીં આપે તો ચપ્પુ મારી દઇશ. જે કહેતા રાજસ્થાનના યુવકે ગભરાઈને બેગ આપી દીધું હતું અને ત્યારે બાદ યુવકને ધક્કો મારીને રિક્ષામાંથી પાડી દીધો હતો.

બેગમાં રહેલી રોકડ રકમ 1,45,000 અને લેપટોપ, મોબાઈલ, ટેબલેટ લઈને રિક્ષાચાલક ફરાર થઈ ગયા હતા. સમગ્ર બાબતે યુવકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular