નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતનાં રાજકારણમાં એન્ટ્રી લઈ રહેલી આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાત સાથે ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. અત્યાર સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોની કોઈ જાહેરાત કરી નથી, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી લગભગ 70 જેટલા ઉમેદવારોની જાહેરાત ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ કરી દીધી છે.
આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ફરી એક વાર પત્રકાર પરિષદનું આયોજન કરીને AAP ગુજરાત માટે ઉમેદવારોની 7મી યાદીની જાહેરાત કરી હતી. આજ સુધી ઈતિહાસમાં એવું થયું નથી કે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા આટલી સંખ્યામાં કોઈ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હોય. જોકે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે વહેલા ઉમેદવારોની જાહેરાત કરવાનું કારણ એ છે કે ઉમેદવારો પોતાના વિધાનસભા ક્ષેત્રમાં લોકો વચ્ચે જઈને જગ્યા બનાવી શકે.
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.









