Thursday, April 30, 2026
HomeGujaratઅમદાવાદમાં મિલકત બાબતે નાના ભાઈએ મોટા ભાઈને માર્યા છરીના 13 ઘા

અમદાવાદમાં મિલકત બાબતે નાના ભાઈએ મોટા ભાઈને માર્યા છરીના 13 ઘા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન શહેરના પોશ વિસ્તારમાં મિલકત માટે બે ભાઈઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે. મિલકતની અદાવતમાં ભાઈ જ ભાઈની હત્યા કરી નાખી છે. ઉપરાંત ભાભી ઉપર પણ હુમલો કરીને હત્યાની કોશિશ કરવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીને અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગત, અમદાવાદમાં કાલુપુરમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વેપાર કરતાં નરેશ હેમવાણી તેમની પત્ની અને નાના ભાઈ સુનિલ સાથે નવરંગપુરા વિસ્તારમાં આવેલી કમલા સોસાયટીમાં રહે છે. બંને ભાઈઓ વચ્ચે મિલકતને લઈને છેલ્લા લાંબા સમયથી અદાવત ચાલતી હતી. આ બાબતે ગઈકાલે સાંજે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ ગતી. ઝધડાનું ઉગ્ર સ્વરૂપ થતાં બંને ભાઈ ઘરની બહાર આવી ગયા હતા.

- Advertisement -

આ દરમિયાન નાના ભાઈએ ઘરના દરવાજા પાસે મોટા ભાઈ સુનિલને ઉપરા છાપરી 13 છરીના ધા ઝીંકી દીધા હતા. આ દરમિયાન ભાભી દીશા વચ્ચે પડતાં તેમને પણ છરીના ઘા મારી દીધા હતા. જોકે ભાઈ-ભાભી પર હુમલો કર્યાં બાદ સુનિલે પોતાના શરીર પર પણ ચાકુના ધા મારી દેતાં તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. બુમાબુમ થતાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત નરેશકુમારને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular