Thursday, April 23, 2026
HomeNationalઉત્તરાખંડ શૂટઆઉટઃ ભાજપ નેતાની પત્નીનું ફાયરિંગમાં મોત, બે જવાનોને વાગી ગોળીઓ, UP...

ઉત્તરાખંડ શૂટઆઉટઃ ભાજપ નેતાની પત્નીનું ફાયરિંગમાં મોત, બે જવાનોને વાગી ગોળીઓ, UP પોલીસ સામે FIR

- Advertisement -

નવજીવન ન્યૂઝ.બરેલીઃ ઉત્તરાખંડમાં યુપી પોલીસ પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુપી પોલીસ પર ભાજપ નેતાની પત્નીની હત્યાનો આરોપ લગ્યો છે. બુધવારે મોડી રાત્રે મુરાદાબાદ પોલીસ ઉત્તરાખંડના જસપુરમાં રેડ કરવા ગયા હતા. ગામના લોકોએ પોલીસને ઘેરી લીધી તો બંને તરફે ફાયરિંગ શરુ થયું હતું. ફાયરિંગમાં જસપુરના ભાજપ નેતા ગુરતાજની પત્નીનું મોત થઈ ગયું હતું. આરોપ છે કે મહિલાની મોત પોલીસની ગોળી વાગવાથી થઈ છે. મુરાદાબાદ પોલીસના બે જવાનોને ગોળીઓ વાગી છે. પોલીસની ટીમના ઘણા લોકોને બંધક બનાવાયાની પણ જાણકારી મળી રહી છે.

મુરાદાબાદ પોલીસ ઝફરને પકડવા ગઈ હતી, 50 હજારનું ઈનામ હતું. મુરાદાબાદ પોલીસને બ્લોક ચીફ ગુરતાજના ઘરમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. મુરાદાબાદ પોલીસના આગમન પર બંને તરફથી ગોળીબાર થયો હતો, જેમાં બ્લોક ચીફની પત્ની ગુરપ્રીત કૌરનું મોત થયું છે. કેટલાક પોલીસકર્મીઓ હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular