Friday, April 24, 2026
HomeNationalકોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે મલ્લિકાર્જૂન ખડખે, આજે ભરશે ફોર્મઃ સૂત્ર

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે મલ્લિકાર્જૂન ખડખે, આજે ભરશે ફોર્મઃ સૂત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ આજે કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં વધુ એક નામ જોડાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મલ્લિકાર્જુન ખડગે આજે આ પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ આજે એટલે કે શુક્રવારે નોમિનેશન ફાઈલ કરશે.

કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ગુરુવારે કોંગ્રેસના જી-23 કેમ્પના નેતાઓએ પણ બેઠક યોજી છે. આ બેઠક આનંદ શર્માના નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં મનીષ તિવારી, પૃથ્વીરાજ ચવ્હાણ, ભૂપેન્દ્ર હુડ્ડા સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. સૂત્રોનું કહેવું છે કે જી-23 કેમ્પ પ્રમુખ પદ માટે ઉમેદવારો પણ ઉતારી શકે છે. G-23 જૂથ દ્વારા શુક્રવારે બીજી બેઠક બોલાવવામાં આવી હતી.

- Advertisement -

તમને જણાવી દઈએ કે 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરી જેવા વિપક્ષી નેતાઓ સાથે સારા સંબંધો છે, જેનાથી તેમને વધારાનો ફાયદો મળી શકે છે. હિન્દીભાષી વિસ્તારોમાં પણ લોકો તેને પસંદ કરે છે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે શુક્રવાર (30 સપ્ટેમ્બર) સુધીમાં નામાંકન ભરવામાં આવશે. 8 ઓક્ટોબર સુધીમાં નામો પરત ખેંચી શકાશે. 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular