Saturday, June 27, 2026
HomeGujaratવડોદરા દુષ્કર્મ કેસમાં વૈષ્ણવી અને પીડિતાની બહેનપણીની 6 કલાક પુછપરછ, OASIS સંસ્થાના...

વડોદરા દુષ્કર્મ કેસમાં વૈષ્ણવી અને પીડિતાની બહેનપણીની 6 કલાક પુછપરછ, OASIS સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીને પણ કરશે સવાલો

- Advertisement -

નવજીવન વડોદરાઃ વડોદરામાં ગત 29 ઓકટોબરે નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આપધાત કેસમાં ઓએસીસ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સંજીવ શાહ, ટ્રસ્ટી પ્રીતિ નાયર અને મેન્ટર વૈષ્ણવી તાપણીયા સામે ગુનોં નોંધવામાં આવ્યો હતો. તપાસ અને મીડિયાથી દુર રહેનાર સંજીવ શાહ આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફીસ પહોંચ્યા છે.

ગઈ કાલે મેન્ટર વૈષ્ણવી અને મૃતકની સહપાઠીની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. મૃતક પીડિતાએ મદદ કરનાર ખાનગી બસ ડ્રાઈવર સાથે સૌ પ્રથમ વૈષ્ણવીનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના હોદેદારો પર માહિતી છુપાવવાનો આરોપ લાગવાવમાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામની પુછપરછ કરવામાં આવશે. 29 તારીખે શું થયુ હતું કોનો કોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેની ઊડાંણ પુર્વક તપાસ કરવામાં આવશે.

- Advertisement -

ટ્રસ્ટી સંજીવ શાહને ઘટનાની જાણકારી ક્યારે મળી હતી. કોના દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો હતો અને સમગ્ર બાબતે પોલીસને કેમ જાણ કરવામાં ન આવી તે વિશે પુછપરછ કરવામાં આવશે.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular