Saturday, April 25, 2026
HomeGujaratનાબાલિકને પ્રોસ્ટીટ્યૂશનમાં ધકેલનારા ભાજપના નેતા અને પોલીસ કર્મચારીઓ સહીત 13ને સજા

નાબાલિકને પ્રોસ્ટીટ્યૂશનમાં ધકેલનારા ભાજપના નેતા અને પોલીસ કર્મચારીઓ સહીત 13ને સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ચેન્નાઈઃ ચેન્નાઈની પોક્સો કોર્ટે સોમવારે 13 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર કરવા અને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલવા બદલ આઠ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ આ કેસમાં સંડોવણી બદલ પોલીસ ઈન્સ્પેક્ટર, એક ભાજપ કાર્યકર અને એક પત્રકાર સહિત 13 લોકોને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વિશેષ અદાલતે 15 સપ્ટેમ્બરે તમામ 21 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને આજે સજાની જાહેરાત કરી હતી. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલા કેસોના નિરાકરણ માટે આ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે.

દોષિતોને જેલની સજા ફટકારવા ઉપરાંત, કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર એમ રાજલક્ષ્મીએ રાજ્ય સરકારને પીડિતને વળતર તરીકે રૂ. 5 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે 21 આરોપીઓ પર લાગેલા દંડના બે લાખ રૂપિયા પણ તેમને આપવામાં આવે. જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેમાં પીડિતાના સાવકા પિતા અને સાવકી માતાનો સમાવેશ થાય છે. એન્નોર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર સી પુગાલેન્ધી, ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકર જી રાજેન્દ્રમ અને એક ખાનગી ચેનલના પત્રકાર વિનોબાજી આ કેસમાં 20 વર્ષની જેલની સજા પામેલા લોકોમાં સામેલ છે.

- Advertisement -

પીડિતાની માતાની ફરિયાદ પર, વર્ષમેનપેટના મહિલા પોલીસ સ્ટેશને 26 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને નવેમ્બર, 2020 માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જે 560 થી વધુ પાનાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ 26 આરોપીઓમાંથી ચાર ફરાર છે જ્યારે એકનું મોત થયું છે. આ કેસ એટલા માટે ચર્ચામાં આવ્યો હતો કારણ કે તે સમયે 13 વર્ષની પીડિતા પર 100થી વધુ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો અને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી.

(અહેવાલ આભારસઃ એનડીટીવી)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular