Sunday, April 26, 2026
HomeGujaratગુજરાતમાં ઓવૈસીની AIMIM પાર્ટીએ જાહેર કર્યા આ ત્રણ ઉમેદવારોના નામઃ Gujarat Assembly...

ગુજરાતમાં ઓવૈસીની AIMIM પાર્ટીએ જાહેર કર્યા આ ત્રણ ઉમેદવારોના નામઃ Gujarat Assembly electionની તૈયારીઓ તડામાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તેના દિવસો બહુ નજીક છે. તેને લઈને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ફત્તેહાદુલ મુસ્લમીન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ ત્રણ ઉમેદવારોમાં કૌશિકાબેન પરમાર નામની મહિલાને પણ ઓવૈસીએ તક આપી છે. તેઓ દાણીલીમડા બેઠક પરથી પોતાની પાર્ટીના ઉમેદવાર તરીકે લડશે. તેઓ AIMIM ના અમદાવાદના મહિલા વિંગના અધ્યક્ષ છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ધારાસભ્ય છે.

આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ હિન્દુ ઉમેદવારને AIMIM એ ગુજરાતની વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીકિટ આપી હોય. આ ઉપરાંત AIMIM ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાને જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે. જોકે અહીં અત્યાર સુધી હાલના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાનો દબદબો રહ્યો છે. આ બેઠક પર દલિતો અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. જ્યાં સાબિર કાબલીવાલાને ટિકિટ આપવામાં આવી છે. અહીં જોવું રહ્યું કે સાબિર અને ઈમરાન ખેડાવાલા વચ્ચેના જંગમાં ભાજપ કોને ઉતારે છે.

- Advertisement -

આ ઉપરાંત ત્રીજા ઉમેદવારને સુરતની પૂર્વ વિધાનસભા બેઠક પર ઉતાર્યા છે, જેમનું નામ વસીમ કુરેશી છે. આ બેઠક પર ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા સત્તાની સુકાન સંભાળી રહ્યા છે. રવિવારે જ્યારે ઓવૈસી રવિવારે ગુજરાત પ્રવાસ પર હતા. ત્યારે અમદાવાદમાં તેમણે અમદાવાદના અલગ અલગ મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારોમાં ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ જમાવટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને AIMIM પહેલી વખત લડવાની છે. બંને પાર્ટીઓના ઉચ્ચ નેતાઓ અવારનવાર ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે પરંતુ આ તરફ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ લાંબા સમયથી અહીં રાજકારણના વાતાવરણ સાથે તાલમેલ બેસાડીને બેઠા છે. આગામી વિધાનસભા ચૂંટણી આવા ખાસ કારણોને કારણે વધુ રસપ્રદ બને તેમ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular