Friday, September 25, 2026
HomeGujaratબોડેલીના એસ.ટી ડેપોના કર્મચારીઓનો ઓફિસમાં બેસીને દારૂની મેહફિલ માણતો વીડિયો વાયરલ

બોડેલીના એસ.ટી ડેપોના કર્મચારીઓનો ઓફિસમાં બેસીને દારૂની મેહફિલ માણતો વીડિયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લો રાજ્યની સરહદે આવેલો હોવાથી વિસ્તારમાંથી રોજબરોજ વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે. તેમ છતાં દારૂ પીવાના વ્યસનીઓ પાસે દારૂ પહોંચી જ જાય છે. તેનો પુરાવો બોડેલી એસ.ટી. ડેપોમાં જોવા મળ્યો છે. જેમાં બોડેલી એસ.ટી. ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે ઓફિસમાં જ બેસીને દારૂની મેહફિલ માણતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ બાબતે બોડેલી ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર એ. એચ. ચૌહાણ દ્વારા બોડેલી પોલીસને જાણવાજોગ ફરિયાદ આપવાની વાત કરવામાં આવી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ખુરશીમાં એક આધેડ ઉંમરના વ્યક્તિ બનિયાન અને ખાખી કલરનું પેન્ટ પહેરીને દારૂના ગ્લાસ ભરીને ચૂસ્કી લઇ રહ્યા છે. તેમજ અન્ય એક વ્યક્તિ બાજુમાં બનિયાન પહેરીને કંઇક ખાઇ રહ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં સરકારી કર્મચારીઓ ઓફિસમાં બેસીને ખુલ્લેઆમ કોઇપણ જાતના ડર વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે. બોડેલી એસ.ટી ડેપોમાં ચાલી રહેલી દારૂની મહેફિલની જાણ થતાં બોડેલી પોલીસ આવી પહોંચી હતી અને દારૂ પીતા કર્મચારીઓને રાત્રે જ પોલીસની ગાડીમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ આ કર્મચારી વિરૂધ્ધ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઇ અનેક સવાલો ઉઠ્યા છે.

- Advertisement -

આ અંગે બોડેલી એસ.ટી ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર એ. એચ. ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓએ આ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે અને બોડેલી પોલીસને જાણવાજોગ ફરિયાદ આપશે. આ સાથે કર્મચારીની ઇન્ટર્નલ કાર્યવાહી બાદ FIR કરવાની વાત કરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular