Saturday, May 2, 2026
HomeGujaratજામનગરઃ વિંજલપરના સરપંચના પુત્રએ ગોળી મારી જીવન ટુંકાવ્યું, પ્રેમમાં કરુણ અંત

જામનગરઃ વિંજલપરના સરપંચના પુત્રએ ગોળી મારી જીવન ટુંકાવ્યું, પ્રેમમાં કરુણ અંત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જામનગરઃ જામનગર પાસે ખીજડીયા બાયપાસ નજીકથી એક યુવકની લાશ મળી આવી હતી. પ્રારંભીક રીતે ગોળી વાગવાથી તેનું મોત થયાનું માલુમ પડી રહ્યું હતું. આ યુવક દ્વારકાના વિજલપર ગામના સરપંચનો પુત્ર જય ડેર હોવાનું ખુલ્યું હતું. પોલીસને જાણકારી મળતા પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી આરંભી દીધી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પ્રારંભીક રીતે યુવકના અંતિમ પગલા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવી રહ્યું છે.

જામનગરના ખીજડિયા બાયપાસ નજીક આવેલા લાલપુર તરફ જતા રસ્તા પાસે એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવક દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામનો હતો. તે આ ગામના સરપંચનો પુત્ર જય ડેર હોવાનું સામે આવ્યું હતું. 23 વર્ષના જયએ પોતાના પિતાની લાયસન્સ વાળી બંદુકમાંથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લીધી હતી. તેના લમણામાં બંદુકની ગોળી વાગતા તેનું મોત થયું હતું. પોલીસને જાણકારી મળતા પોલીસે સ્થળ પર દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું કે જયના પિતાએ પોતના ઘરે લોકરમાં લાયસન્સ વાળી બંદુક રાખી હતી. જોકે જયે લોકરમાંથી બંદુક કાળી લીધી અને તે જામનગરની નજીકમાં આવેલા ખીજડિયા બાયપાસ પહોંચી ગયો હતો. ત્યાં તેણે સમરસ હોસ્ટેલના સામે જ રોડ પર પોતાની ગાડીમાં લમણે બંદુક મુકી અને ટ્રીગર દબાવી દીધું હતું. અચાનક પુત્રએ આવું પગલું ભરતા પરિવાર માટે તો આ એક આઘાત જનક અને પીડાદાયક સ્થિતિ લઈને આવનારા સમાચાર બની ગયા છે. પરિવારમાં આક્રંદનો માહોલ છે. 23 વર્ષ સુધી જે સંતાનને વ્હાલથી મોટું કર્યું તેની અચાનક પોતાના જીવનમાંથી બાદબાકી થઈ જવી કેટલી દુખદ હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો. પોલીસે આ ઘટનાની તપાસ આરંભતા પોલીસની સામે આ પગલા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવી ગયું.

ઘડી ભરના દુઃખ કે ચિંતાના વમળોમાં જયે જે પગલું ભર્યું તે પરિવાર માટે આજીવન દુઃખ મુકીને ગયો. ગોળી પોતાના હાથે જ તેણે લમણે ચલાવી પરંતુ તે પરિવારના હૃદયને આરપાર નીકળી ગયા સમાન બની ગઈ હતી. પોલીસે જોકે હજુ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular