Sunday, April 26, 2026
HomeGujaratવડોદરા: વડોદરા જિલ્લા LCBએ ડાયપરની આડમાં દારૂની હેરફેર કરતાં એક વ્યક્તિની કરી...

વડોદરા: વડોદરા જિલ્લા LCBએ ડાયપરની આડમાં દારૂની હેરફેર કરતાં એક વ્યક્તિની કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતનાં પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં આવે છે તે વાતથી રાજનેતા, પોલીસ અને સામાન્ય જનતા તમામ લોકો અજાણ નથી. તેમ છતાં ઘણા અંશે પોલીસ દ્વારા ગુજરાતમાં આવતા આ વિદેશી દારૂ ઉપર અંકુશ લગાવવાનું કામ કરવામાં આવે છે, પરંતુ દારૂની હેરફેર કરતાં આરોપીઓ પોલીસથી આગળ ચાલીને દારૂ ગુજરાતમાં લાવવા માટે અલગ અલગ કીમિયા અપનાવતા હોય છે. જેના કારણે પોલીસ તેમને પકડી શક્તિ નથી. આજે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરજણ નજીક ડાયપરની આડમાં દારૂની હેરફેર કરતાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા જિલ્લા ક્રાઇમ બ્રાંચ દ્વારા નેશનલ હાઇવે ઉપર કરજણ ચાર રસ્તા પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને કન્ટેનરમાં ડાયપરની આડમાં લઇ જવામાં આવતો રૂપિયા 10.71 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો સુરક્ષિત રીતે નિર્ધારીત જગ્યાએ પહોંચાડવા માટે કન્ટેનરમાં ચોર ખાનું બનાવી દારૂ લઇ જવામાં આવતો હતો. આ બનાવમાં પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પોલીસ દ્વારા રૂપિયા રૂપિયા 10,71,840 કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. તે સાથે કન્ટેનરના ડ્રાઈવર શ્રવણ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. કન્ટેનરના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના બંશીએ મોકલ્યો હોવાનું જણાવ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular