Saturday, April 18, 2026
HomeGujaratમુન્દ્રા ડ્રગ્સ કેસના તાર પહોંચ્યા દિલ્હી, બિઝનેસમેન કબીર તલવારની ધરપકડ

મુન્દ્રા ડ્રગ્સ કેસના તાર પહોંચ્યા દિલ્હી, બિઝનેસમેન કબીર તલવારની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છઃ ગુજરાત મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સ કેસના તાર હવે દિલ્હી સુધી પહોંચ્યા છે. મુન્દ્રા પોર્ટ પરથી મોટી સંખ્યામાં મળી આવેલા ડ્રગ્સની તપાસ કરતી એજન્સીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્કની સંડોવણી અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે NIA દ્વારા દિલ્હીના NRCના વેપારી કબીર તલવાર અને પ્રિન્સ શર્માની ધરપકડ કરી છે. NIA દ્વારા 24 ઓગસ્ટના રોજ 20 સ્થળોએ શરૂ કરવામાં આવેલુ સર્ચ ઓપરેશન 25 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું હતું. જોકે હવે સર્ચ ઓપરેશન સમાપ્ત થતાં ધરપકડનો દોર શરૂ થયો છે.

મુન્દ્રા ડ્રગ્સ કેસમાં તપાસ એજન્સી NIA દ્વારા બે મોટા ઉદ્યોગપતિઓની પુછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી NRCના હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર અને પ્રિન્સ શર્માની ધરપકડ કરવામાં આવી છે. કબીર તલવાર દિલ્હીની સમ્રાટમાં પ્લેબોય બાર ચલાવે છે. ઉપરાંત દુબઈમાં પણ રેસ્ટોરન્ટ ધરાવે છે. કચ્છના અદાણી ગ્રુપ દ્રારા સંચાલીત મુન્દ્રા પોર્ટ પર ગયા વર્ષ હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવવામાં આવ્યું હતું. આ કેસમાં NIA દ્વારા દિલ્હીમાં 14 સ્થળોએ, ગુજરાતમાં બે સ્થળોએ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

દિલ્હીના પકડાયેલા બંને વ્યક્તિ મુન્દ્રા ડ્રગ્સ કેસમાં સામેલ હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કબીર તલવાર અફઘાનિસ્તાની નાગરિકો દ્વારા ડ્રગ્સ ખરીદી અને દુબઈ મારફતે પૈસા મોકલી રહ્યો હતો. રિફાઇન્ડ ડ્રગ્સને કથિત રીતે બિઝનેસમેન દ્વારા સર્કુલેટ કરવામાં આવ્યું હતું. જ્યારે ડ્રગ્સનો બાકીનો હિસ્સો પંજાબ મોકલવામાં આવતો હતો. NIAએ મુન્દ્રા ડ્રગ્સ કેસના શરૂઆતમાં ચાર્જશીટમાં 16 આરોપીઓનો ઉલ્લેખ કર્યો હતો. NIAના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, એજન્સીને શંકા છે કે આ તસ્કરીથી ભેગા કરાયેલા પૈસાને અફઘાનિસ્તાન મોકલીને આતંકવાદી ગતિવિધિઓનું ફંડિંગ કરાતું હતું. આ મામલે આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular