નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ થોડા વખત પહેલા પાકિસ્તાન પર ભુલથી ભારતીય મિસાઈલ છોડી દેવાના મામલામાં ત્રણ વાયુસેના અધિકારીઓને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ભુલથી આ મિસાઈલ ફાયર થઈ ગઈ હતી જે મામલામાં ત્રણ વાયુસેના અધિકારીઓને બરતરફ કરી દેવાના આકરા પગલા લેવાયા છે.
ભારતીય બ્રહ્મોસ મિસાઈલ પાકિસ્તાનમાં છોડી દેવાઈ હતી. સરકારની તરફથી મંગળવારે આ માહિતી અપાઈ છે કે ત્રણ વાયુસેના અધિકારીઓને બરતફ કરવાનો નિર્ણય લેવાયો છે. એક અધિકારીએ એક ન્યૂઝ વેબસાઈટને કહ્યું કે કોર્ટ ઓફ ઈન્ક્વાઈરીએ પાયાની દુર્ઘટનાવશ બ્રહ્મોસ મિસાઈલ છોડી દેવાને મામલે ત્રણ અધિકારીઓએ માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી)નું પાલન કર્યું નથી. 9 માર્ચે બ્રહ્મોસ ફાયર કરવામાં આવી હતી અને મિસાઈલ પાક્સિતાનમાં પડી હતી.
જોકે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં બંને દેશોએ હાંશકારો અનુભવ્યો હતો. વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું, બ્રહ્મોસ મિસાઈલ 9 માર્ચ 2022એ ભુલથી છૂટી ગઈ હતી. આ ઘટનાની જવાબદારી નક્કી કરવા સહિતના મામલાની તપાસ માટે બનાવાયેલી કોર્ટ ઓફ ઈન્ક્વાઈરિએ મેળવ્યું કે એસઓપીનું પાલન ન કરતાં ત્રણ અધિકારી આ એક્સિડેન્ટલ ફાયરિંગમાં શામેલ હતા. તેમાં કહેવામાં આવ્યું છે, આ ત્રણ અધિકારીઓને મુખ્ય રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તાત્કાલીક અસરથી તેમની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. 23 ઓગસ્ટ 2022એ અધિકારીઓને બરતરફ કરવાના આદેશ અપાયા છે. રક્ષા મંત્રાલયએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેના માટે ટેક્નીકલ ખરાબીને દોષી ઠેરવી હતી.
પાકિસ્તાનના જણાવ્યા અનુસાર આ મિસાઈલ પાકિસ્તાની એરસ્પેસની અંદર 100 કિમી અંદર આવી હતી. તે સમયે તે 40 હજાર ફૂટની ઉંચાઈએ અને ધ્વનિ કરતા ત્રણ ગણી ઝડપે હાંસલ કરવામાં આવ્યું હતું.તેમાં કોઈ હથિયાર ન હોવાથી તે વિસ્ફોટ થયો ન હતો.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક આત્મઘાતી હુમલામાં સૈનિકો માર્યા ગયા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઐતિહાસિક રીતે 2019 પછી સૌથી ખરાબ છે. ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આ એર સ્ટ્રાઈકનો જવાબ આપ્યો હતો, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આકાશમાં લડાઈ થઈ હતી.








