નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રંગીલા રાજકોટને શરમાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં એક મહિલાને હવસનો શિકાર બનાવી એક નહીં પરંતુ છ લોકોએ પીંખી નાખી હતી. જોકે એકવાર નહીં પણ મહિલા પર બે વાર સામુહિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. અત્રે ચોંકાવનારી બાબતે એ છે, કે છ હવસખોરીની મદદ કરવામાં બે મહિલાઓ પણ સામેલ હતી. સમગ્ર બાબતે હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ અમરેલીની અને હાલ રાજકોટમાં રહેતી મહિલાના લગ્ન 1993માં પાલીતાણામાં થયા હતા, પરંતુ પતિના અગાઉ લગ્ન થઈ ગયા હોવાની જાણ થતા 1996માં પતિથી અલગ થઈને પુત્ર સાથે રહેતી હતી. મહિલા અમરેલીની હોવાના કારણે સાવરકુંડલામાં લોજ ચલાવતા અમરેલીના મયુર કથીરિયા લોજ ચલાવતો હતો ત્યાં કામે જતી હતી.
મહિલા ગત રવિવારે આજી ડેમ પાસે ભરાતા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કરીને મહિલા પરત ફરતી વખતે આજી ડેમ સર્કલ પાસે રિક્ષાની રાહ જોઈ રહી હતી, તે દરમિયાન એક સફેદ કલરની કારમાં મયુર આવ્યો હતો અને મહિલાને કહ્યું હતું કે કારમાં બેસ કામ છે તારું, જોકે મહિલાએ કારમાં બેસવાની ના પાડતા કારમાં સવાર અશોક પોપટ નામના વ્યક્તિએ મહિલાનો હાથ પકડીને કારમાં બેસાડી દીધી હતી.
આ કારમાં મયુર, અશોક, ઘનજી અને જગશીદ સવાર હતા. મહિલાને બેસાડ્યા બાદ કારને રાજકોટ-અમદાવાદ હાઈવે પરના એક ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. જ્યાં પાંચ હવસખોરોએ મહિલા પર બપોરના સમયે વારાફરથી બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન ઘનજી ટીંબડિયાએ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ હવસખોરો બસ સ્ટેશનના પાછળા દરવાજા નજીક ઉતારીને જતા રહ્યા હતા.
ગત ગુરૂવારે મહિલા મોચીબજાર પાસે હતી ત્યારે તેને ત્યાં અશોક પોપટ મળ્યો હતો. જેણે શનિવારે 6 વાગે સોરઠિયાવાડી સર્કલ આવવાનું કહ્યું હતું. શનિવારે મહિલા ત્યાં પહોંચી ત્યારે અશોક સફેદ કલરની કાર લઈને આવ્યો હતો. જેમાં એક અજાણ્યો વ્યક્તિ પણ બેઠો હતો. આ દરમિયાન અશોકે મહિલાને કારમાં ચુપચાપ બેસી જવા માટે કહ્યું હતું, જેથી મહિલાએ અશોકે ઉતારેલી વીડિયો ક્લિપ માગી હતી. જોકે અશોકે ક્લિપ આપી દેવાની વાત કરતાં મહિલા કારમાં બેસી ગઈ હતી.
ત્યારબાદ કાર કુવાડવા તરફના રસ્તાએ ગઈ હતી. જ્યાં અગાઉ એક સફેદ કાર ઊભી હતી. જેમાં અન્ય માણસો પણ હતા. આ બંને કાર ફરી ફાર્મ હાઉસ પર પહોંચી હતી. બંને કારમાં સવાર કુલ 6 લોકોએ મહિલા સાથે ફાર્મ હાઉસમાં બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન તે જગ્યાએ જ્યોતિ ઉર્ફે ગીતા અને ધની નામની બે મહિલા પણ હાજર હતી. જે કહેતી હતી કે, અમે બંને છીએ, મુંઝાવવાની કઈ જરૂર નથી, જે થશે તે લડી લઈશું. ત્યારબાદ અશોક પોપટે મહિલાની જ્ઞાતિ પ્રત્યે હડઘૂત કરી જાતિવિષયક શબ્દો કહી, આ અંગે પોલીસમાં જાણકારી આપીશ તો વીડિયો વાયરલ કરવાની અને તેના દિકરાને મારી નાખવાની ધમકી આપી હતી અને બસ સ્ટેન્ડે ઉતારીને જતો રહ્યો હતો.
સમગ્ર બનાવ અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવા નીકળી પરંતું ડરના કરાણે ફરિયાદ આપી ન હતી, બાદમાં આજે મહિલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી હતી. મહિલાની ફરિયાદના આધારે મયુર ઘનશ્યામ કથીરીયા, ઘનજી ચકુભાઈ ટીંબડીયા, અશોક પોપટ, જગદિશ જીવાભાઈ ચાવડા, એમ.એ. કાદરી, ઘન્નીબેન ડાયાભાઈ પરમાર અને જ્યોતિ ઉર્ફે ગીતા ભુપત પરમાર સામે ગુનો દાખલ કરી શોઘખોળ શરૂ કરી છે.








