નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પોલીસબેડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ 3ના 56 આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી સાથે બદલીના આદેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ SP અને DySPની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે 56 ASIને PSIમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશ અનુસાર 56 ASIને PSIમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં અમદવાદના 9, અરવલ્લીના 11, બનાસકાંઠાના 5, સાબરકાંઠાના 2 અને મહેસાણાના 1 ASIને PSI બઢતી સાથે બદલી કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો ડામોર લક્ષ્ણણભાઈ થાવરાજીને સુરેન્દ્રનગર, જત સિકંદરભાઈ જુમાભાઈને વડોદરા ગ્રામ્ય, અસોડા પ્રવિણકુમાર સાંજાભાઈને બોટાદ, બ્રહમભટ્ટ રાકેશકુમાર ત્રિભોવનદાસને પાટણ, સોલંકી રમેશચંદ્ર ડાયસિંહજીને વડોદરા શહેર, તરાર કેશાભાઈ ભુરાભાઈને કચ્છ-પુર્વ ગાંધીધામ, અમદાવાદ ગ્રામ્યના પટેલ કૈલાશબેન અશોકકુમારને સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગાંધીનગર, પ.રે. અમદાવાદના ચાનીયા કરીમભાઈ કાસમભાઈને બોટાદ, પઢિયાર રમેશકુમાર ઉકાજીને પાટણમાં બઢતી સાથે બદલીના આદેશ કરવામાં આવ્યો છે.











