Thursday, April 23, 2026
HomeGujaratઅંક્લેશ્વર ડ્રગ્સકાંડઃ યુરોપનો ઓર્ડર રદ થયો અને કરોડો કમાવવા મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન...

અંક્લેશ્વર ડ્રગ્સકાંડઃ યુરોપનો ઓર્ડર રદ થયો અને કરોડો કમાવવા મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કર્યુંઃ 1383 કરોડનો જથ્થો પકડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરૂચઃ ભરૂચના અંક્લેશ્વર ખાતેની પાનોલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ₹1383 કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડાવાના મામલામાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. B.com ભણેલા કંપની માલિક ચિંતન પાનસેરિયા અને જ્યંત તિવારીનું ભાગીદારીમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. B.Sc. કેમિકલ દીક્ષિત મુખ્ય માસ્ટર માઈન્ડ, ડ્રગ્સ બનાવવામાં મુખ્ય ભૂમિકા હોવાનું ખુલ્યું છે. આ કંપનીને યુરોપનો ઓર્ડર મળ્યો હતો પરંતુ તે ઓર્ડર રદ્દ થતાં કરોડો રૂપિયા કમાવાની લાલસામાં મેફેડ્રોન ડ્રગ્સ ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું હતું.

થોડા સમય પહેલા આ જ ફેક્ટરી પર મુંબઈ એન્ટી નાર્કોટિક્સે દરોડા કર્યા અને ₹1026 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ ભરૂચ SOG ગઈકાલે ત્રાટકી હતી. 30,000 સ્કવેર ફૂટ અને 3 માળની કંપનીમાંથી રિએક્ટરમાં રહેલું લિકવિડ ફોમમાં 1300 લીટર અને સોલિડ ફોમમાં 83 કિલો ડ્રગ્સ ભરૂચ પોલીસે શોધી કાઢ્યું હતું. 8 મહિનાથી કંપનીમાં ચાલતા ડ્રગ્સના ઉત્પાદનમાં અત્યાર સુધી કેટલા કરોડોનું બનાવ્યું અને વેચ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું DSP લીના પાટીલે જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આંતરરાજ્ય સાથે ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ તો નથીને તેના મૂળ સુધી ભરૂચ પોલીસ પહોંચશે.

- Advertisement -

ભરૂચ કેમિકલ હબમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે ઝડપી પાડ્યા બાદ ભરૂચ SOG એ 30,000 સ્ક્વેર ફિટમાં ફેલાયેલી 3 માળની કંપનીમાં વધુ ડ્રગ્સની પ્રબળ શકયતા સાથે સર્ચ કર્યું હતું. આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ડ્રગ્સ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભરૂચ SOG, LCB અને અંકલેશ્વર રૂરલ પોલીસે પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડી સઘન તપાસ હાથ ધરી હતી. કંપનીમાં બીજા માળે બનાવેલા રિએક્ટરમાંથી 1300 લી. લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે સોલિડ ફોર્મમાં 83 કિલો એમ.ડી. ડ્રગ્સ મળ્યું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ

ભરૂચ SOG એ આમ ₹1383 કરોડનું ડ્રગ્સ, 13.24 લાખનું અન્ય ડ્રગ્સ બનાવવામાં વપરાતા કેમિકલ્સ, અન્ય દસ્તાવેજો તથા 75 હજારના બે મોબાઇલ કબ્જે કર્યા છે. કંપનીના માલિકો પૈકી અંકલેશ્વર રહેતો ચિંતન રાજુ પાનસેરિયા બી.કોમ. ભણેલો છે. જેને ફાયનાન્સ સહિતનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જયારે અન્ય ભગીદાર જ્યંત જીતેન્દ્ર તિવારી પણ આમ સક્રિય ભૂમિકા ભજવી ડ્રગ્સ બનાવવા મટિરિયલ્સની મુંબઈ સહિતના સ્થળોથી ખરીદારી થતી હતી.

આ ડ્રગ્સ બનવવામાં માસ્ટર માઈન્ડ એવા જ્યંતના મામા દીક્ષિત કે જે B.Sc. કેમિકલ સુધી અભ્યાસ કરેલો છે. જેને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આરોપીઓ જાન્યુઆરીથી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી રહ્યા હતા. કંપનીમાં 8 મહિનાથી ચાલતા ડ્રગ્સ બનાવવામાં મુંબઈથી માલ લાવી મુંબઈ સહિતના સ્થળે વેચાણ થતું હતું. જેમાં આખી ગેંગ અને ડ્રગ્સ સપ્લાય, પેડેલર, ઉત્પાદક અને વેચાણ કર્તાઓની લિંક જોડાયેલી હતી.

- Advertisement -

આ આંતર રાજ્ય ડ્રગ્સ રેકેટ આંતર રાષ્ટ્રીય છે કે નહીં તેની પણ તપાસ થશે તેમ DSP લીના પાટીલે જણાવ્યું છે. મટિરિયલ્સ ક્યાંથી, કોની પાસેથી ખરીદી ડ્રગ્સ બનાવી ક્યાં વેચાતું હતું. સમગ્ર ડ્રગ્સ રેકેટમાં કોણ કોણ જોડાયેલા છે. તેની સઘન તપાસ થશે.

અત્યાર સુધી કેટલું MD ડ્રગ્સ બનાવ્યું અને ક્યાં ક્યાં કોને વેચાણ કરાયું ભેઉચ પોલીસ તેના મૂળ સુધી જશે. કંપનીને બે વર્ષ પહેલાં કોરોના સમયે યુરોપની કંપનીનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જોકે ફાયનાન્સ, મટિરિયલ્સના માપદંડો ઉપર ખરા નહીં ઉતરતા તે કોન્ટ્રાકટ જ રદ થઈ ગયો હતો અને ઓર્ડર હાથમાંથી જતો રહ્યો હતો.

એક જ કંપનીમાંથી મુંબઈ એન્ટી નારકોટિક્સે ₹1026 કરોડનું ડ્રગ્સ ઝડપ્યા બાદ ભરૂચ SOG એ ₹1383 કરોડ મળી કુલ 2409 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપવાની ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી ઘટના બની ગઈ છે. ઓપરેશનમાં SOG પી.આઈ. વી.બી. કોઠીયા, પોસઇ, સુરેશ ભાઇ, શૈલેષભાઇ, સ્ટાફ સાથે LCB પણ જોડાઈ હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular