Sunday, June 28, 2026
HomeNationalદેશની પ્રથમ નાકથી લેનારી રસીની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ

દેશની પ્રથમ નાકથી લેનારી રસીની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારતમાં આજે આઝાદીના 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે ભારત બાયોટેકે દેશની પ્રથમ અનુનાસિક (નાક) કોવિડ રસી, BBV-154ના ત્રીજા તબક્કાના ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ રસીને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે. Intra Nasal Vaccineના બૂસ્ટર ડોઝનું 9 સ્થળોએ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

BBV154 રસી પરીક્ષણમાં સલામત, સહનશીલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દર્શાવવામાં આવી છે. આ નાકની રસી ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તે BBV-154 અનુનાસિક રસીના પ્રથમ અને બીજા ક્લિનિકલ ટ્રાયલ્સમાં સફળ જણાયું છે. જે લોકો અગાઉ પ્રથમ અને બીજી રસી મેળવી ચૂક્યા હતા તેમને ત્રીજા અથવા બૂસ્ટર ડોઝ તરીકે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ત્રીજા તબક્કાના રસીના ટ્રાયલનો ડેટા માનવ ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીને મોકલવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ ટ્રાયલ દરમિયાન કેટલાક સ્તરોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત સ્વયંસેવકોને આપવામાં આવેલી રસીની માત્રા ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ તબક્કામાં સારી રીતે કામ કરી હતી. કોઈ પ્રતિકૂળ ઘટના બની નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular