Saturday, May 2, 2026
HomeGujaratરાજકોટ: મહિલા આરોપીઓ પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગઈ, જવાબદાર કોણ?

રાજકોટ: મહિલા આરોપીઓ પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગઈ, જવાબદાર કોણ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો ઊભા થાય એવી એક ઘટના સામે આવી છે. સામાન્ય રીતે પોલીસનું કામ આરોપીઓને પકડવાનું અને તેમની સામે ન્યાયિક પ્રક્રિયા કરીને આરોપીઓને જેલમાં મોકલવાનું છે, પરંતુ આજે રાજકોટના એક પોલીસ સ્ટેશનમાંથી બે મહિલા આરોપીઓ ભાગી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો આરોપી પોલીસ સ્ટેશનમાંથી જ ભાગીછૂટે તો ચોક્કસ પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થાય.

પ્રાથમિક વિગતો મુજબ ચોરીના ગુનામાં રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પકડાયેલી બે મહિલા આરોપીઓ પોલીસ સ્ટેશનમાં રહેલી મહિલા LRDની નજર ચૂકવીને ભાગી ગઈ હતી. આ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ભાગેલી મહિલા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

રાજકોટમાં 10 ઑગસ્ટ બુધવારના રોજ પંચનાથ પ્લોટ વિસ્તારમાંથી બે મહિલાઓ રૂપિયા 7 હજારની ચોરી કરી ભાગી ગઈ હતી. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હિમાલ વિશ્વકર્માએ ફરિયાદન નોંધાવી હતી. જે ગુનાના આરોપ સર પકડાયેલી આ બે મહિલા આરોપી કાજલ દાતણીયા અને પુજા દાતણીયા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીની નજર ચૂકવી સવારના સમયે ફરીથી ભાગી ગઈ છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલાઓ પોલીસ કસ્ટડીમાં હોવાને કારણે તેમને PSO રૂમની પાછળ આવેલા રૂમમાં રાખવામાં આવી હતી. દરમિયાન સવારના સમયે રૂમની સાફ સફાઈના કારણે બંને મહિલા આરોપીઓને બહાર લાવી PSOના ટેબલની સામે બેસાડી હતી. જ્યાંથી બંને આરોપીઓ લોકરક્ષક દળના મહિલા કર્મચારીની નજર ચૂકવી ભાગી ગઈ હતી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલાના ભાગી જતા IPC કલમ 224 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular