Saturday, May 2, 2026
HomeNationalસોનિયા ગાંધીને મળ્યા બાદ તેજસ્વી યાદવે વિપક્ષી એકતાનું આહ્વાન કર્યું, જાણો તેમણે...

સોનિયા ગાંધીને મળ્યા બાદ તેજસ્વી યાદવે વિપક્ષી એકતાનું આહ્વાન કર્યું, જાણો તેમણે શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બિહારમાં સત્તામાં પરત ફર્યા બાદ આજે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બિહારમાં બીજેપી સિવાય તમામ પાર્ટીઓ એક થઈ ગઈ છે. અહીં નિતિશ કુમારે બીજેપીના નેતૃત્વમાં એનડીએથી અલગ થઈને મહાગઠબંધન સાથે ફરી સરકાર બનાવી છે.

તેમણે કહ્યું કે, બિહારમાં ભાજપ સિવાય તમામ રાજકીય પક્ષો એક છે અને  હવે આવું આખા દેશમાં થશે. લોકો બેરોજગારી, મોંઘવારી અને ધાર્મિક સંઘર્ષોથી કંટાળી ગયા છે. સમય આવી ગયો છે કે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને ભવિષ્ય માટે રણનીતિ ઘડે. નિતિશ કુમારે લીધેલો સમયસર નિર્ણય ભાજપના મોઢા પર થપ્પડ સમાન છે.

- Advertisement -

પ્રાદેશિક પક્ષોને પછાત અને દલિતોનું સમર્થન છે. ભાજપ પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માંગે છે. ભાજપ આખરે વાસ્તવિક મુદ્દાઓની વાત કરી રહી છે. અમે તેમને આ મુદ્દાઓ ઉકેલવા દબાણ કર્યું છે. અમે અમારું વચન પાળીશું. બસ થોડી રાહ જુઓ. જો પ્રાદેશિક પક્ષ નહીં હોય તો વિરોધ ખતમ થઈ જશે અને લોકશાહી ખતમ થઈ જશે. તમે જે સમજી શકો છો કે, તે પછી આ દેશ સરમુખત્યારશાહી રીતે ચાલશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular