Monday, July 20, 2026
HomeGujaratSuratસુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હોબાળો, સ્ટોરી ટેલિંગના નામે કૌભાંડનો...

સુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હોબાળો, સ્ટોરી ટેલિંગના નામે કૌભાંડનો આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં આપના નેતાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ અને તેમના કાર્યકરોએ સામાન્યસભાની બહાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેમ્બરમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તાજેતરમાં જ સુરતની શાળામાં આચાર્ય દ્વારા કરવામાં આવેલા યૌન શોષણનો મુદ્દો પણ સામાન્ય સભામાં ઉપડવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર સામે વારંવાર આપ દ્વારા શિક્ષણનો મુદ્દો ઉપડવામાં આવતો હોય છે. ત્યારે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આમ આદમી પાર્ટીના માત્ર એક સભ્ય અન્ય પર ભારે પડી રહ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. સામન્ય સભામાં યૌન શોષણ અને સ્ટોરી ટેલિંગ માટે જે એડ્રેસ ખોટો આપવામાં આવ્યા હતા તેને લઈને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બાબતે આપના નેતા રાકેશ હિરપરાએ જણાવ્યુ હતું કે, આપણી પાસે અધ્યતન સુવિધાઓથી સજ્જ છે ઇન્ટરનેટ પણ છે, તો પછી વાર્તા કહેવા માટે 1800 રૂપિયા આપીને બહારની એજન્સીને કેમ બોલાવવામાં આવે? આ તમામ કામ કોઈ એકે વ્યક્તિને લાભ આપવામાં માટે કરવામાં આવી રહ્યા છે. સામન્ય સભામાં મારા પ્રશ્નના જવાબ આપ્યા વગર જ પૂરી કરી દેવામાં આવી હતી. આચાર્ય દ્વારા કરવામાં આવેલા યૌન શોષણના મુદ્દા વિશે ચર્ચા ન થાય તે માટે 13 નંબર પછીના તમામ કામ મનસ્વી રીતે મંજૂર કરી દેવામાં આવ્યા. અધ્યક્ષ પાસે ત્રણ મહિનાથી માહિતી હોવા છતાં આચાર્ય વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

- Advertisement -

શિક્ષણ સમિતિ અધ્યક્ષ ધનેશ શાહે જણાવ્યું છે કે, “સ્ટોરી ટેલિંગ” ના કોન્ટ્રાક્ટ અંગે વિરોધ પક્ષના આપના સભ્ય રાકેશ હીરપરા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન જુઠાણા, પાયાવિહોણા છે. નવી શિક્ષણ નિતી અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન કરવાને ધ્યાનમાં રાખીને સ્ટોરી ટેલિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટીવેશન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી હસતાં-રમતાં સંસ્કાર યુક્ત જ્ઞાન મેળવે તેવો મુખ્ય ઉદ્દેશ હતો. જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તમામ નિયમોનું પાલન કરીને 100 શાળાઓમાં કાર્યક્રમ કર્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular