Wednesday, July 8, 2026
HomeNationalઉત્તરાખંડ ભાજપ અધ્યક્ષ મદન કૌશિકની છૂટ્ટી, વિધાનસભા હારનાર મહેન્દ્ર ભટ્ટ નવા પ્રમુખ

ઉત્તરાખંડ ભાજપ અધ્યક્ષ મદન કૌશિકની છૂટ્ટી, વિધાનસભા હારનાર મહેન્દ્ર ભટ્ટ નવા પ્રમુખ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઉત્તરાખંડઃ ઉત્તરાખંડના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. હાલમાં જ ભાજપ દ્વારા અધ્યક્ષ પદ પર રહેલા મદન કૌશિકની જગ્યાએ મહેન્દ્ર ભટ્ટને નવા અધ્યક્ષ તરીકે મુકવામાં આવ્યા છે. મદન કૌશિકને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી છૂટા કર્યા પછી વિધાસભા ચૂંટણી હારેલા મહેન્દ્ર ભટ્ટને અધ્યક્ષ પદ પર બેસાડ્યા તે લગભગ દરેક માટે ચોંકાવનારો નિર્ણય બન્યો હતો. ભાજપે ફર નવા અધ્યક્ષના નામનું એલાન કરી દીધું છે.

ઉત્તરાખંડમાં ભાજપે નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી યુપી અને ઉત્તરાખંડમાં નવા અધ્યક્ષના નામને લઈને અટકળો ચાલી રહી હતી જેનો હવે અંત આવ્યો છે. જોકે હજુ ભાજપે ફક્ત ઉત્તરાખંડમાં જજ નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં પાર્ટી અધ્યક્ષ પદ પર કોણ આવશે તેના અંગે હજુ પણ થોડી રાહ જોવાની રહેશે. અહીં હાલ ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ભાજપે મહેન્દ્ર ભટ્ટ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular