Sunday, April 19, 2026
HomeGeneralરાજકોટમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો, પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી

રાજકોટમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો, પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી દારૂને લઈને હોબાળો થઈ રહ્યો છે. ગુજરાતનાં બોટાદમાં કથિત લઠ્ઠાકાંડના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે અને તેમના પરિવાર નિરાધાર બન્યા છે, ત્યારે ગુજરાતનાં રાજકોટમાંથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેના કારણે દારૂબંધીની આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. આ સમગ્ર કિસ્સામાં ગુજરાત પોલીસની બદનામી થઈ રહી છે ત્યારે આ વાયરલ વીડિયોમાં એક પોલીસકર્મી પણ હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, ગત બુધવારના રોજ રાજકોટના માલવિયનગર વિસ્તારમાં એક ખાનગી ઓફિસમાં 15 જેટલા વ્યક્તિઓ ભેગા થયા હતા અને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. વાયરલ થયેલા આ વીડિયોમાં દેખાય છે કે ચાર જેટલા વ્યક્તિઓ ફિલ્મી ગીત ઉપર નાચી રહ્યા છે, જ્યારે એક ખુરશીમાં એક વૃદ્ધ બેઠા છે જેમણે પણ નાચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત બાજુમાં એક નાનું ટેબલ પણ પડ્યું છે જેના ઉપર અંદાજિત 5 જેવા દારૂના ગ્લાસ પડ્યા છે.

- Advertisement -

વીડિયો વાયરલ થતાં પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતી ઓફિસની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસને જાણકારી મળી હતી કે આ ઓફિસ જૂની ડિલક્સ ટોકિસની પાસેની એક ઓફિસમાં આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, “વીડિયોમાં દેખાઈ રહેલી ઑફિસ મળી આવી છે, ત્યારે આ પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું. તે શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.”

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે, “આ વિડીયોમાં દેખાતા 6 લોકોને દબોચી લઈ તેમના સમક્ષ રજૂ કરાયા બાદ બી.ડિવિઝન પોલીસને સોંપી કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે આદેશો અપાયા છે. જ્યારે બાકીનાં 6થી 7 શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઓફિસ પંકજ ચાવડા નામના શખ્સની છે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular