Wednesday, April 22, 2026
HomeGujaratVideo: વડોદરાની બેન્ક ઓફ બરોડાના લૉકરમાં ઘૂસ્યું વરસાદી પાણી, પોતાની મૂડી અને...

Video: વડોદરાની બેન્ક ઓફ બરોડાના લૉકરમાં ઘૂસ્યું વરસાદી પાણી, પોતાની મૂડી અને ઘરેણાંની ચિંતામાં લોકો દોડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હોવાની ઘટના મોટી સંખ્યામાં સામે આવી છે. રસ્તા પરના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં નીચાણ વાળા વિસ્તારમાં આવેલા બાંધકામમાં પાણી ભરાઈ જવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે આજે વડોદરાનો પણ એક વીડિયો વાયરલ થયો છે જેમાં વડોદરાની એક બેન્ક ઓફ બરોડા બેન્કના લૉકર રૂમમાં પાણી ભરાઈ ગયું છે તેવું દેખાઈ રહ્યું છે.

બેન્ક ઓફ બરોડાની આ બ્રાન્ચ વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી છે. ગઇકાલે રવિવારે વડોદરામાં અંદાજિત દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવારે બેન્કમાં રાજા હોવાને કારણે આજે જ્યારે બેન્કના કર્મચારીઓ અને ગ્રાહકો જ્યારે બેન્કના લૉકર રૂમમાં ગયા ત્યારે ત્યાનું દૃશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા. જ્યારે કર્મચારીઓ અને ગ્રાહકો લૉકર રૂમમાં ગયા ત્યારે આખા લૉકર રૂમમાં પાણી ભરાઈ ગયું હતું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેન્કમાં પાણી ભરાયું હોય તેવી આ પહેલી ઘટના નથી. સામાન્ય રીતે દર વર્ષે વરસાદી માહોલમાં આ બેન્કમાં પાણી ભરાઈ જાય છે. તો પછી કે બેન્ક સત્તાધીશો દ્વારા કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. બેન્કના લોકરમાં એક સામાન્ય માણસની જીવનભરની કમાણી હોય છે. ત્યારે આવી રીતે બેન્કમાં પાણી ભરાઈ જતું હોય તો એ સામાન્ય માણસ આ બેન્ક ઉપર વિશ્વાસ કેવી રીતે કરે?



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular