Friday, June 26, 2026
HomeGujaratસુરેન્દ્રનગરઃ ભુંડ પકડવાની હદની માથાકુટમાં એક-બીજા સાથે ગાડીઓ ભટકાવી- જુઓ Video

સુરેન્દ્રનગરઃ ભુંડ પકડવાની હદની માથાકુટમાં એક-બીજા સાથે ગાડીઓ ભટકાવી- જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના રસ્તા પર આજે બે જુથ વચ્ચે ગેંગવોર જેવા દ્રશ્ય સર્જાયા હતા. કોઈ ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું હોય તે રીતે એક ગાડી પર અન્ય બે વાન વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતનો વીડિયો એક સ્થાનિકના મોબાઈલના કેમેરામાં કેદ થયો છે. જે હાલ સોશીયલમાં વાયરલ થઈ રહ્યો છે.

માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પાસે અલ્ટ્રવિઝન સર્કલ નજીક ભુંડ પકડવા બાબતે બે પક્ષ વચ્ચે માથાકુટ થઈ હતી. બંને પક્ષ દ્વારા ભુંડ પકડવા માટે હદ નક્કી કરવામાં આવી હતી. પરતું એક પક્ષ અન્યની હદમાં જઈને ભુંડ પકડતા મામલો બિચ્કયો હતો. વેગેનાર કારમાં જ્યારે એક પક્ષના લોકો ભુંડ ભરીને લઈ જતા હતા. તે દરમિયાન બીજા પક્ષના લોકોએ બે પિકઅપ વાન વડે વેગેનાર કારને ટક્કર મારવામાં આવી હતી. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વીડિયોમાં ઈજાગ્રસ્ત લોકો રોડ પર ઢસડાતા જોઈ શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular