નવજીવન ન્યૂઝ.પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં આજે સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 22 વર્ષીય ટ્રેઇની પાઇલટ ભાવિકા રાઠોડને ઇજા થઇ હતી. આ વિમાન કાર્વર એવિએશન બારામતીનું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના સવારે લગભગ 11.30 વાગ્યે ઈન્દાપુર તહસીલના કડબનવાડીમાં થઈ હતી. એક ખાનગી એવિએશન સ્કૂલના આ પ્લેને પુણેના બારામતી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. પાયલોટ ભાવના રાઠોડને સામાન્ય ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિમાનને નુકસાન થયું છે.








