Thursday, June 25, 2026
HomeGujaratઅમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી ફ્લાઇટના બે મુસાફરો જોડેથી 4 કરોડના સોનાના...

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી ફ્લાઇટના બે મુસાફરો જોડેથી 4 કરોડના સોનાના બિસ્કિટ મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર દાણચોરીની ઘટના સામે આવી છે. દુબઈથી અમદાવાદમાં ફ્લાઇટમાં આવેલા મુસાફર જોડેથી સોનાની બિસ્કિટ મળ્યા હતા. ડીઆરઆઇના અધિકારીઓએ 4 કરોડના સોનાના બિસ્કિટ સાથે બે મુસાફરોની ધરપકડ કરી છે. જો કે દાણચોરીની ઘટનામાં એરપોર્ટના ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની પણ સંડોવણી પણ બહાર આવી છે.

માહિત અનુસાર, દુબઈથી એમિરેટ્સની ફ્લાઇટમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારા બે મુસાફરની ડીઆરઆઇના અધિકારીઓએ તલાસી લેતા તેની પાસેથી 8 કિલોના સોનાના બિસ્કિટ મળ્યા હતા. જેની અંદાજિત કિંમત 4.21 કરોડ રૂપિયા જેટલી થાય છે. પેસેન્જરે હેન્ડ બેગમાં સોનાની બિસ્કિટ છુપાવીને રાખી હતી. પેસેન્જરે સોનાની બેગ ડ્યૂટી ફ્રી શોપમાં કામ કરતા કર્મચારીને ગ્રીન ચેનલ પહેલા આપી દેવાની હતી. જેથી કર્મચારી બેગને એરપોર્ટ બહાર કાઢી આપવાનો હતો.

- Advertisement -

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ પણ દાણચોરીના કેસમાં ડ્યૂટી ફ્રી શોપમાં કામ કરતાં કરતા કર્મચારીની સંડોવણી સામે આવી હતી. જેના કારણે એરપોર્ટ સ્ટાફના 3 કર્મચારીની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એકવાર દાણચોરીમાં એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવી છે. ડીઆરઆઇની પૂછપરછમાં મુસાફરે જણાવ્યુ હતું કે, અગાઉ દાણચોરીનું સોનું ગ્રીન ચેનલ પહેલાં એરપોર્ટ પર એક વ્યક્તિને આપ્યું હતું. તપાસમાં સોનું લેનારની ઓળખ એરપોર્ટ ખાતેની ડ્યૂટી ફ્રી શોપમાં કર્મચારી તરીકે થઈ હતી. ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની ધપકડ બાદ તેણે પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે, દાણચોરીના સોનાનું કન્સાઈનમેન્ટ આપવાનું હતું. અગાઉ પણ સોનાની દાણચોરીમાં મુસાફરની મદદ કરી હોવાની કબૂલાત કરી હતી.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular