Wednesday, June 24, 2026
HomeGeneralટલ્લી ભાજપના નેતાએ મંત્રી નિમિષા સુથારને મુક્યા ક્ષોભજનક સ્થિતિમાં: છોટાઉદેપુરમાં કરી આવી...

ટલ્લી ભાજપના નેતાએ મંત્રી નિમિષા સુથારને મુક્યા ક્ષોભજનક સ્થિતિમાં: છોટાઉદેપુરમાં કરી આવી હરકતઃ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુરઃ આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પોલીસ ચોપડે રોજબરોજ દારૂ સંબંધીત નોંધાતા ગુનાને જોતા કેવી રીતે દારૂબંધીનું પાલન થઈ રહ્યું છે તેનું અનુમાન લગાવી શકાય છે. છોટાઉદેપુરમાં તાજેતરમાં એક કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નશામાં ભાન ભુલતા કેમેરામાં કેદ થયા છે. હદ તો ત્યાં વટાવી કે તેમણે રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની પીઠ થાબડવા માટે 4, 5 ધુમા પણ મારી દીધા હતા.

ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ ચૂંટાઈ આવતા છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને વધાવી લેવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર પણ હાજર રહ્યા હતા. હાલ આ કાર્યક્રમનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા નશાની હાલતમાં જોવા મળ્યા હતા.

- Advertisement -



છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની પીઠ થબથબાવતા ઉપરાંત તેમની બાજુમાં ચાલતી વખતે લથડીયા ખાતા અને સ્ટજ પર ઉંઘતા નજરે પડ્યા હતા. જો કે રશ્મિકાંત વસાવાને ચાલવાનું પણ ભાન ન રહેતા અન્ય વ્યક્તિ પકડીને સ્ટેજ સુઘી મુકવા ગયો હતો. મહિલા મંત્રી સાથે અશોભનિય વર્તન કરતા આ વાત પ્રદેશ કક્ષા સુધી પહોંચી ચુકી છે. ઉપરાંત જિલ્લા પ્રમુખનું રાજીનામુ લેવાની માગ ઉઠી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં મહિલા સુરક્ષીત હોવાના દાવા કરતી સરકારના જ મહિલા મંત્રી જોડે તેમના જ પક્ષના નેતા દ્વારા આ પ્રકારનું વર્તન કરતાં મહિલા સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ કે પોલીસ દ્વારા નશામાં ધુત નેતાની હરકત સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular