પ્રશાંત દયાળ નવજીવન : આપણે ત્યાં જેમ જેમ માણસ ઉચ્ચ હોદ્દા ઉપર જાય છે તેમ તેમ તેઓ પોતાનો ભુતકાળ અને નાના માણસની સમસ્યા ભુલી જતાં હોય છે પરંતુ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને તેમના પત્નીના મનમાં સતત ખટકો હતો કે પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કોન્સટેબલોના પરિવારમાં પણ ખુશી આવે અને તે ખુશીનું નિમિત્ત બીજુ કોઈ નહીં પણ પોલીસની પત્ની-માતા-બહેન અને દિકરી બને એટલે શ્રીવાસ્તવ દંપત્તી દ્વારા શનિવારના રોજ અમદાવાદના પોલીસ હેડકાવાર્ટરમાં આવેલા કોમ્યુનીટી હોલમાં પોલીસ લાઈનમાં રહેતી મહિલાઓને એકત્રીત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો એટલુ જ નહીં આ મહિલા પગભર થાય તે માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થા અને ઉદ્યોગગૃહને બોલાવી મહિલાને પગભર બનાવવા માટેની વિચારણા કરી હતી.

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના મનમાં લાંબા સમયથી ઈચ્છા હતી કે પોલીસ લાઈનમાં રહેતી મહિલાઓ પણ આર્થિક રીતે સધ્ધર બને અને પોતાના પરિવારના સ્વપ્ન પુરા કરવામાં તેઓ પણ સહભાગી બને, એટલે જ શનિવારના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે શાહીબાગ પોલીસ લાઈનમાં રહેતી મહિલાઓ સાથે સંવાદ કરવાનો નિર્ણય. કર્યો હતો, સંજય શ્રીવાસ્તવના આ પ્રયાસમાં સહભાગી થવાનો નિર્ણય શ્રીમતી શ્રીવાસ્તવે પણ કર્યો હતો અને તે સાગમટે કોમાન્યુટી હોલમાં આવ્યા હતા.

પોલીસ લાઈનમાં રહેતી મહિલાઓ કઈ રીતે કામ કરતી થાય અને કેવા પ્રકા રનું કામ તેઓ કરી શકે તે માટે તેમણે વિવિધ ઉદ્યોગગૃહ અને સ્વેચ્છીક સંસ્થાઓને આમંત્રણ આપી માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો, કોમ્યુનીટી હોલમાં 200 કરતા વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોલીસ લાઈનની મહિલાઓને જણાવ્યુ હતું કે તમારા ઘરમાં જે પણ પુરૂષ પોલીસમાં ફરજ બજાવે છે તેઓ ઉત્તમ કામ કરે છે, પરંતુ પરિવારના સ્વપ્ન પુરા કરવા કરવા માટે તમારો સહયોગ પણ એટલો જ જરૂરી છે, જો તમે ઘરની બહાર નિકળી કામ કરવાની શરૂઆત કરશો તો આર્થિક પગભર થવાની સાથે તમારાની અંદર એક નવો આત્મવિશ્વાસ પણ આવશે તમારે મારા તરફથી જે કઈ મદદ જોઈએ તે કરવા હું તૈયાર છુ બસ મારે તમારી ઈચ્છા શકિતની જરૂર છે.
શ્રીમતી શ્રીવાસ્તવે મહિલાઓને સંબોધતા જણાવ્યુ હતું કે આજે આપણે એવા મુકામ ઉપર ઉભા છીએ કે ઘરની સ્ત્રીએ પણ કામ કરવુ જોઈએ, હું તમારી પાસે એટલા માટે આવી છુ કે તમારે જયારે પણ મારી જરૂર હોય ત્યારે હું તમારી સાથે રહીશ, હું અને મારા જેવા બીજા તમને મદદ કરશે પણ જયાં સુધી તમે તેના માટે તૈયાર નહી થાવ ત્યાં સુધી કઈ જ થઈ શકે તેમ નથી, અહિયા આવેલી વિવિધ સંસ્થાઓ તમને તાલીમ અને કામ આપવા તૈયાર છે ત્યારે તમારે આ તક ઝડપી લેવી જોઈએ મને લાગે છે તમારો પ્રયાસ તમારા જીવનમાં એક નવી મીઠાસ લાવશે

આગામી એક સપ્તાહ બાદ અમદાવાદ શાહીબાગ પોલીસ લાઈનમાં પોલીસ પરિવારની મહિલાઓ ટેલરીગ, બ્યુટી પાર્લર, સેનેટરી નેપકીન, પ્રુફ રીંડીર અને ઓડીયો બુક જેવા પ્રોજેકટનો હિસ્સો બનવા જઈ રહી છે, આ સમગ્ર કામગીરીનો અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી મહત્વનો હિસ્સો છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









