પ્રશાંત દયાળ (ભાગઃ 43 દીવાલ ): સૌથી પહેલી ફલાઈટ 10 મિનીટ પછી લેન્ડ થઈ, થોડી રાહ જોયા પછી ડીસીપી DCP એ વોકીટોકી હાથમાં લીધું અને પુછયું જાડેજા Jadeja , કોનસી ફલાઈટ લેન્ડ હુંઈ હૈ, જાડેજા Jadeja એ કહ્યું સર હૈદરાબાદ Hyderabad હૈ, ઠીક હૈ, ધ્યાન રખ કે ઉનકો બુલેટપ્રુફ Bulletproof ગાડી મેં બીઠાના ધ્યાન રહે ઉનકે પાસ કોઈ વેપન વાલા આદમી બેઠે નહીં, વે હથિયાર છીન શકતે હે. ત્યાર બાદ 1 કલાકમાં કેરળ અને ભોપાલ Kerala and Bhopal ની ફલાઈટ લેન્ડ થઈ ગઈ, ઈન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સમા ડેપ્યુટી કમાન્ડન્ટ નઈમ કાદરી Naeem Qadri દોડતા ફરી વખત બહાર આવ્યા તેમણે ડીસીપી DCP પાસે આવી કહ્યું સર તીનો ફલાઈટ આ ગઈ હૈ, આપ કે આદમી સભી ગાડીઓ મેં બેઠ ગયે હૈ, ઠીક હૈ, ઉનકો રવાના કરો, ડીસીપી DCP એ આદેશ આપ્યો થોડીવાર પછી રનવેના ખાસ ગેટ ઉપરથી બુલેટપ્રુફ Bulletproof ગાડીઓ બહાર નિકળી ડીસીપી DCP એ તે વાહનની આગળ પાછળ વાહનો રાખવા માટે સુચના આપી, તેમણે જાડેજા Jadeja ને વોકીટોકી ઉપર કહ્યું એક કામ કરો જાડેજા Jadeja તમે ગાડીમાંથી નીચે ઉતરી, મારી કારમાં બેસી જાવ, તમારી બુલેટપ્રુફ Bulletproof માં હું આવી જઉ છું, જાડેજા Jadeja ને આવો આદેશ કેમ આપ્યો તે સમજાયો નહીં, તે નીચે ઉતરી ગયા.
ડીસીપી DCP એ કહ્યું આપ પાયલોટીંગ કરનાર, એટલુ કહી જે ગાડીઓમાં આતંકીઓ હતા તેમાં ડીસીપી DCP જતા રહ્યા અને આખો કાફલો એરપોર્ટ Airport થી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch જવા રવાના થયો હતો. બખ્તરબંધ ગાડીઓની અંદર 10 હથિયારધારી પોલીસ અને 10 હથિયાર વગરના પોલીસ હતા, તેમજ ડીસીપી સિન્હા DCP Sinha હતા, કેરળ Kerala, મધ્યપ્રદેશ Madhya Pradesh અને હૈદરાબાદ Hyderabad થી આવેલા મહેમાનો તરફ જોયું. તે 6 આતંકીઓ ડીસીપી DCP ને ઓળખતા ન્હોતા, પણ ડીસીપી DCP જેવા વાહનમાં દાખલ થયા અને બાકીના પોલીસ કર્મચારીઓનો વ્યવહાર જોઈ તેઓ સમજી ગયા કે આ કોઈ મોટા સાહેબ છે. ડીસીપી DCP સિન્હા પેલા 6 વ્યકિતઓના હાવભાવ જોઈ રહ્યા હતા, તેમના ચહેરા ઉપર ડર અને સંકોચ જેવું કઈ ન્હોતું. ડીસીપી DCP એ વિચાર કર્યો રીઢા લાગે છે માર પડયા વગર બોલશે નહીં, ત્યાં અચાનક ડીસીપી DCP નું ધ્યાન પેલા 6ના હાથ તરફ ગયુ, તેમણે મોટા અવાજે વાનમાં રહેલા PSI ને કહ્યું અરે ઓફિસર ઈનકે હાથમેં હથકડી લગાઓ. ડીસીપી DCP નો અવાજ સાંભળી 4 પોલીસવાળા ઊભા થયા તેમના હાથમાં હથકડી Handcuffs ઓ હતી, પણ તેમનું મગજ જ ચાલ્યુ નહીં કે તેમના હાથ બાંધી દેવા જોઈએ, ડીસીપી DCP ને બહુ ગુસ્સો આવ્યો. તેમણે બરાડતા કહ્યું પોલીસ મેં નોકરી કરતે હો સાલે બેવકુફ… યે કોઈ ચોર ઉચ્ચકે નહીં, તુમારી ઔર મેરી બેડ બજાડાલેગે… પેલા 6 એકબીજા સામે જોવા લાગ્યા.
પોલીસવાળા તેમની પાસે આવ્યા એટલે 6એ હાથ આગળ કરી હાથકડી Handcuffs ઓ બંધાવી લીધી, વાન બુલેટપ્રફ હોવાને કારણે અંદર એસીની ઠંડી હવા ચાલી રહી હતી, છતાં એક જુદી પ્રકારની જ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. પેલા 6 વ્યકિતઓ વાનના કાચમાંથી બહાર જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ કાચ ખુબ જ જાડા અને ડાર્ક રંગના હોવાને કારણે તેમને રસ્તાઓની બરાબર ખબર પડતી ન્હોતી, ત્યારે ડીસીપી DCP ને ફરી કઈક યાદ આવ્યું કે આ રસ્તાઓ તરફ જોઈ રહ્યા છે, તેમણે ફરી બુમ પાડી કહ્યું ઈનકે ચહેરે ઢકદો, બુરખા પહેના દો, પોલીસવાળા પાછા ઊભા થયા અને એક પછી એક બધાના ચહેરા ઉપર કાળા રંગના બુરખા પહેરાવી દીધા જેથી તેઓ કોઈને જોઈ શકે નહીં અને તેમના ચહેરા અંગે કોઈને ખબર પડે નહીં. ડીસીપી DCP ને મનમાં ગુસ્સો આવી રહ્યો હતો, તેમને લાગી રહ્યું હતું કે આ 6 આતંકીઓને પકડવા તેમણે કેટલી રાતના ઉજાગરા કર્યા અને કેટલા અધિકારીઓએ રાત દિવસ મહેતન કરી પણ આ મુર્ખ પોલીસવાળાને મુર્ખતા તેમને ભારી પડે શકે તેમ હતી, સારૂ થયું તે આ વાનમાં આવી બેઠા.
એરપોર્ટ Airport થી કાફલો નિકળ્યો ત્યારે સવારના સાડા 10 વાગી ચુકયા હતા. અમદાવાદ Ahmedabad ના શહેર ઉપર ટ્રાફિક પણ વધી ગયો હતો, કાફલાની સૌથી આગળ ડીસીપી DCP ની કાર હતી જેમાં જાડેજા Jadeja બેઠા હતા, તેઓ પાયલોટીંગ કરી રહ્યા હતા. તેના કારણે તેમની કારની સાયરન ચાલુ હતી, મોટી બુલેટપ્રુફ Bulletproof વાનની ઝડપ ઓછી હોવાને કારણે આખો કાફલો 40-50 ની સ્પીડે ચાલી રહ્યો હતો. ડીસીપી DCP ને યાદ આવ્યું કે ટ્રાફિક વધી ગયો હશે તેમણે તરત પોતાના હાથમાં રહેલા વોકીટોકી ઉપર કહ્યું જાડેજા Jadeja એક કામ કરો શાહીબાગ એસીબી ઓફિસ Shahibaug ACB Office ની રાઈટ લેકર રિવરફ્રન્ટ પે લે લો જમાલપુર હોકર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ચલો, ડીસીપી DCP એક મિનીટનું ધ્યાન રાખી રહ્યા હતા, આ પકડાઈ ગયા પછી હવે તેમને કોર્ટમાં લઈ જવા સહિતની અનેક કામગીરી કરવાની હતી. ડીસીપી DCP નું મન હવે તેમાં પોરવાઈ ગયું હતું, તેઓ એક સાથે અનેક મોરચે વિચારી રહ્યા હતા, તેમની પાસે આખી ઘટનાની ગંભીરતા સમજી તે પ્રમાણે કામ કરી શકે તેવા 1 માત્ર ઈન્સપેકટર જાડેજા Jadeja જ હતા. આમ તો તેમની પાસે અધિકારીઓની ફોજ હતી, પણ જેમાં અડધા ડીપાર્ટમેન્ટલ પ્રમોશન લઈ આવ્યા હતા અને અડધાની આવડત ન્હોતી તો પણ રાજકિય નેતાની ભલામણથી પોસ્ટીંગ લઈ આવેલા અધિકારીઓ હતા. ડીસીપી DCP ને બહુ ગુસ્સો આવી રહ્યો હતો, પણ થોડીક જ વારમાં તેમણે પોતાના મનને શાંત કરતા કહ્યું બસ હવે શાંત થઈ જા, ગુસ્સો કરીશ નહીં, ડીસીપી DCP કયારેક આવું પોતાની સાથે મનમાં વાત કરી લેતા હતા.
રિવરફ્રન્ટના રોડ Riverfront Road ઉપરથી કાફલો નિકળ્યો તેના કારણે વહેલો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં આવ્યા વાહનની મુવમેન્ટ ઉપરથી ડીસીપી DCP એએ બહાર જોયા વગર અંદાજ માંડયો કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવી ગયું, તેમણે પોતાની કાંડા ઘડીયાળ સામે જોયું સવારના 11.30 વાગી રહ્યા હતા. અચાનક વાહનો રોકાયા, ડીસીપી DCP માટે એક કોન્સટેબલે દરવાજો ખોલ્યો, ત્યાં સુધી તો જાડેજા Jadeja દોડતા આવી ગયા, ડીસીપી DCP વાનમાંથી ઉતરી દરવાજા પાસે જ ઊભા રહ્યા હતા, પોલીસવાળા પેલા 6 આતંકીઓને પકડી એક પછી એક નીચે ઉતર્યા, ડીસીપી DCP એ મોટા અવાજે સબકો લોકઅપ Lockup રજીસ્ટર મેં એન્ટ્રી કરકે, લોકઅપ Lockup મેં રખદો.
બધા અંદર જતા રહ્યા પછી ડીસીપી DCP એ જાડેજા Jadeja સામે જોતા કહ્યું જાડેજા Jadeja સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરો, તેમના ટ્રાન્જીકટર રીમાન્ડનો ટાઈમ ચેક કરો, પબ્લીક પ્રોસીકયુટર સાથે વાત કરી લો અને નક્કી કરો ક્યારે કોર્ટમાં આમને રજુ કરવાના છે. આમના માટે દુનિયાભરના વકિલો હવે આવી જશે. ડીસીપી DCP આ વાકય બોલી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપર ગુસ્સો હતો, જાડેજા Jadeja એ બોલ્યા વગર ડીસીપી DCP ને આંખના ઈશારે કઈક કહ્યું ડીસીપી DCP એ જાડેજા Jadeja એ જે તરફ ઈશારો કર્યો તે તરફ જોયું તો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં મેઈનગેટ પાસે 4-5 વકિલો ઊભા હતા. ડીસીપી DCP એ તેમના તરફ જોયું એટલે 1 વકિલે હાથ ઊંચો કર્યો, ડીસીપી DCP ના ચહેરા ઉપર સ્મીત આવ્યું પણ મનમાંથી મોટી ગાળ નિકળી, તેમણે વકિલ તરફ જોતા કહ્યું કોર્ટ મેં મુલાકાત કરતે હૈ.
અને પછી તેઓ સીધા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના દરવાજામાં દાખલ થઈ ગયા હતા. પોતાની ચેમ્બરમાં આવી તેમણે જેસીપી JCP ને ફોન કર્યો, પછી થોડીક મિનીટ શાંત બેઠા, કઈક વિચાર કર્યો. પોતાના ખીસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી, તેમણે એક ફોન જોડયો, થોડી મિનીટ પછી ફોન ઉપડયો. તેમણે ફોન ઉપડતા જ કહ્યું થેંકયુ વેરીમચ. સામે સિન્હા Sinha ની પત્નીની હતી, તેમણે પુછયું ક્યું થેકયુ મેને કયા કિયા હૈ, સિન્હા Sinha એ કહ્યું તુમ જો કરતી હો કોઈ નહીં કર શકતા હૈ, તુમ કલ રાત કો પુછ રહી થી, નીંદ કયુ નહીં આતી ટીવી TV ચાલુ કરકે દેખો પતા ચલ જાયેગા. સિન્હા Sinha ની પત્નીને આશ્ચર્ય થયું તે તેના પતિની ઉંઘના સમાચાર હવે ટીવી ઉપર પણ આવે છે, તેમણે ટીવી ચાલુ કર્યું તેમાં બ્રેકીંગ ન્યુઝ Breaking News હતા અમદાવાદ બ્લાસ્ટ કેસ Ahmedabad Blast Case ના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે Crime Branch ઝડપી લીધા.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









